________________
“ભદ્રમુનિ ભગવાન મુનિસુવ્રત સ્વામીના શિષ્ય પણ હતા. રામાયણકાલીન પોતાની એ પૂર્વ સાધનાભૂમિ કિષ્કિંધા - હંપી તીર્થમાં આવી એનો ઉદ્ધાર કર્યો.' (શ્રી સહજાનંદઘન-પત્રાવલી : પ્રસ્તાવના પૃ. ૬)
વાસ્તવમાં આત્મખોજ કરવા માટે ભગવાન મહાવીરે પોતાના શિષ્યોના અંતરમાં જે પ્રશ્ન – ઊહાપોહ જગાડ્યો હતો કે
“હું ક્યાંથી આવ્યો ? પૂર્વ કે પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણથી ? ઊર્ધ્વદિશાથી કે અધોદિશાથી ?''... ઇત્યાદિ (ઉત્તરાધ્યયન સૂત્ર) અને શ્રીમદ્ રાજચંદ્રજી પણ જ્યારે એ જ પ્રશ્ન-વાર્તાનું પુનઃ ઉચ્ચારણ કરે છે કે, – “હું કોણ છું ? ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું ? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે... ?''
-
• તો એ ખોજનો અર્થ ભૌતિક પણ છે અને આત્મિક પણ, સ્થૂળ પણ છે અને સૂક્ષ્મ પણ. દૈહિક પૂર્વજન્મોની શ્રૃંખલાની દૃષ્ટિએ સ્થૂળ અને આત્માની - અનાદિ અનંત આત્માની અજન્મા અવસ્થાની આત્મિકરૂપની દૃષ્ટિએ સૂક્ષ્મ. કારણ કે મહાન અપરાજેય જૈન દર્શનની આ સત્ય અવધારણા છે અને આ વાત પૂર્ણતઃ સત્ય છે કે :
૧૩૨
-
“આત્માની યાત્રા અનાદિ છે.....”
(હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ : શ્રીમતી સુમિત્રા પ્ર. ટોલિયા, બેંગલોર) [M: 09845006542]
આ પ્રાતઃસ્મરણીય મહાત્મા (ભદ્રમુતિજી)ને દૂરથી પ્રણમતા એક મતીષિ “ટોલિયાજીએ પોતાની સાધનાયાત્રાના આ પથ પર એવા જૈન મહાત્માઓની ચર્ચા કરી છે, જેમનામાં વિશ્વમૈત્રી સ્થાપિત થઈ ચૂકી હતી, જે સમગ્ર વિશ્વને પ્રેમમય અને પવિત્ર બનાવી શકતા હતા..... આવા મહાત્માઓના સ્મરણમાત્રથી મન પવિત્ર બની જાય છે. આ પાવન સ્મૃતિને શાશ્વત ધારામાં સ્થાપિત કરવાને માટે આ પ્રાતઃસ્મરણીય આત્માઓના જીવનને અક્ષરબ્રહ્મને અર્પિત કરી ગ્રંથનું રૂપ આપવામાં આવે છે. ટોલિયાજીનો આ સફળ પ્રયાસ અનુશીલન કરનારાઓના મનને નિર્મળ બનાવવાની શક્તિ ધરાવે છે. આ ગ્રંથને અનંત પ્રણામ. ડૉ. રામનિરંજન પાંડેય (સરસ્વતી વિદ્યાલય સંકુલ પ્રણેતા, આંધ્ર) (દક્ષિણાપથની સાધનાયાત્રાના આમુખમાં)
—
રાજગાથા