________________
પણ બની છે. પત્રાવલી ઉપરાંત સ્વયંસ્વરમાં રેકર્ડ થયેલા આત્મસાક્ષાત્કાર વI ગામવøમ, કાત્મ માન-વીતરીતિ, પાંચ સમવાય, આત્મ-પકડ, સાકાર-નિરાકાર, આદિ અનેક અભૂતપૂર્વ રેકર્ડ પ્રવચનોમાં રાજ-વાણીસાર તો વિશેષરૂપે સંગ્રહીત છે. જે યુગોયુગો સુધી અનેક શોધકો-સાધકોનો પથ પ્રશસ્ત કરનારા છે. સ્વયંના અવાજના આ અતિ દુર્લભ, અનન્ય રેકર્ડ પ્રવચનો જે મોટા ભાગના આ લેખકના અગ્રજ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હેપીના પૂર્વ અધ્યક્ષ અને અનન્ય સ્વપ્નદૃષ્ટા સદ્ગુરુભક્ત સ્વ. શ્રી ચંદુભાઈ ટોલિયાએ સમય સમય પર ભક્તિભાવે રેકર્ડ કરી સંગ્રહીત કરેલા. તે વખતના સામાન્ય ટેઈપ-રેકર્ડરો પર ઉતારેલા મહદંશની જર્જરિત સ્થૂલ ટેઈપો અને થોડી કેસેટોના આ બહુમૂલા પ્રવચનો (હિન્દી, ગુજરાતી)ને ભારે પરિશ્રમ અને કાળજીપૂર્વક અનેકવાર મોંઘા પ્રોફેશનલ રેકર્ડિંગ ટુડિયોમાં, અનેક પ્રક્રિયાઓ દ્વારા ઉતારાયા, પરિવર્તિત-ટ્રાન્સફર કરાયાં. સર્વ પ્રકારની પારાવાર પ્રતિકૂળતાઓ અને અગ્નિપરીક્ષાઓ પછી કેવળ ગુરુકૃપાના જ બળે, આ લેખક-સંપાદક, જીવનભરનાવિગત ૪૭ વર્ષોના સતત, સજગ પુરુષાર્થ બાદ, સદ્ગુરુની આ આધ્યાત્મિક સંપદા તૈયાર કરી શક્યો છે અને વર્તમાનની તેમજ ભવિષ્યની સાધના-જિજ્ઞાસા-તૃષાતુર પેઢીને માટે (“રખોપાં કોને સોપવા હો જી?”ની સુયોગ્યોની શોધપૂર્વક) એ મૂકીને જઈ રહ્યો છે.
આમાંના એકે એક પ્રવચન અને તેના વિષયો અદ્ભુત છે, અંતરાનુભૂતિપૂર્ણ છે, અસામાન્ય છે, અભૂતપૂર્વ છે, આનંદ-શાંતિ અને પ્રયોગનો અનુભૂતિ પથ-પ્રદાતા છે. ભવિષ્યનો તૃષાતુર, ગુણાનુમોદક, સાધક-શોધક, યથાર્થ વિતરાગમય-આરાધક અંતર્થક્ષ સંપન્ન શ્રોતા જ એ સિધ્ધ કરી દેશે કે આ કાળે આવી વીતરાગ વાણી ક્યાંથી ?.. પરમકૃપાળુદેવ શ્રીમદ્જીની અને વીતરાગ ભગવંતોની જ વાણીને પ્રતિધ્વનિત-પ્રતિબિંબિત કરતા આ સ્યાદ્વાદશૈલીના, સમગ્ર-સર્વાગીણ, મંજુલ, પ્રભાવક, પથદર્શક, પ્રમાદ-ખંખેરતા પ્રબોધક પ્રવચનો પર્યાપ્ત છે – તેમના, સહજાનંદઘનજીના યુગપ્રધાનત્વની પ્રતીતિ આપવા માટે. ભવ્યજીવોની ભાવિ પેઢી આની સાખ પૂરશે. આજ સુધી ઉપલબ્ધ પ્રાયઃ ૫૭ જેટલા આ પરમગુરુવાણી પ્રવચનો, નિમ્ન શીર્ષકોથી પૂજ્યા માતાજી દ્વારા પ્રેરિત, પ્રારંભિત વાસક્ષેપિત, આશીર્વાદ-પ્રદત્ત શ્રી વર્ધમાન ભારતી-જિનભારતી બેંગલોરથી પ્રકાશિત અને ઉપલબ્ધ છે. તેના શીર્ષકો-વિષયોની યાદી આ પુસ્તકમાં અપાઈ છે.
તેમનાં આ સર્જનો અને જીવનભરના અનેકોને તારનાર અનેક તારક-પ્રસંગો, તેમના રત્નમયી સર્વોત્કૃષ્ટ સાધનામય જીવન જેટલા જ મહત્વનાં હોઈને તેમના યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીના પદાનુસારી સહજાનંદઘનજી..
૧૨૧