________________
ભણી લઈ ગયો. જીવનને મહાન વળાંક (turning point of Renunciation) આપી ગયો.
તેઓ આ અનુભવને અંતે, આકાશવાણી-આદેશના અનુસાર સ્વરૂપ થવા પેલી સિધ્ધભૂમિની શોધીને માટે તત્પર થયા. આ અર્થે સંસારત્યાગ કરીને, બાહ્યાંતર નિગ્રંથ પ્રવજ્યા ગ્રહણ કરીને, વનગમન કરવાની તેમણે માતા-પિતા પરિવારજનો પાસે આજ્ઞા માગી.
પરંતુ આ વર્તમાનકાળમાં અસંભવ જેવી, જંગલમાં એવી ઘોર તપસ્યા ભરેલી નિગ્રંથ મુનિદીક્ષા માટે એ સૌ અનુમતિ શી રીતે આપી શકે? એક તરફથી પરિવારિકોહિતૈષીજનોની પણ દઢતા અને બીજી તરફથી તેમને પરિવર્તિત કરવાની યુવાન મૂળજીભાઈની પણ સંકલ્પ-દેઢતા. આખરે પૂજ્યા જયેષ્ઠા પરિવાર માતુશ્રી પાનબાઈ ભાણજીભાઈ કારાણીની એક ત્યાગ-બલિદાન ભરેલી મધ્યસ્થતાથી કંઈક માર્ગ નીકળ્યો. તદનુસાર પ્રથમ પોતાના કુળધર્મમાં-ટ્વેતાંબર જૈન મુનિદીક્ષા ગ્રહણ કરીને ગુરુકુળ વાસમાં સાધના કરવાની અનુમતિ-આજ્ઞા વડીલોએ અતીવ દુઃખી હૃદયે પ્રદાન કરી, જેને તેમણે શિરોધાર્ય કરી. ૧૨ વર્ષની કઠોર આત્મસાધના, અધ્યયનાસભર ગુરુકુળવાસ :
ખરતરગચ્છીય જૈનાચાર્ય શ્રી જિનયશસૂરિ મહારાજના અંતેવાસી આચાર્યશ્રી જિનરત્નસૂરિજીની પાવન નિશ્રામાં, વૈશાખ શુ.-૬ વિ.સં. ૧૯૯૧ બુધવારને 8-5-1935ના પૂર્વાન્યમાં કચ્છભૂમિના લાયજા ગામમાં મહામહોત્સવપૂર્વક મુનિદીક્ષા ગ્રહણ કરીને તેમણે બાહ્યાંતર નિર્ગથત્વના પથ પર પદાર્પણ કર્યું. મૂળજીભાઈ નામ મિટાવીને તેઓ ભદ્રમુનિ નામથી ઘોષિત કરાયા.
ગુરુકુળ વાસમાં પ્રારંભથી જ યુવાન ભદ્રમુનિએ વિનયોપાસનાપૂર્વક એકાસણાના ઘોર બાહ્યતપ અને સ્વાધ્યાય-ધ્યાનના આત્યંતર તપની આરાધના આરંભી. “સમર્થ જયમ્ ! મા પમાયણ' વાળી પ્રભુ આજ્ઞાનુસાર તેઓ ક્ષણભરના પણ પ્રમાદ વગર, પોતાની પૂર્વકાળની અધૂરી સાધનાને પૂર્ણતાભણી લઈ જવાને.... અપ્રમત્ત ભાવથી પ્રવૃત્ત થઈ ગયા.
ત્યાં ઉપાધ્યાયશ્રી લબ્ધિમુનિ પાસેથી તેમણે વિશાળ શ્રુતજ્ઞાનાર્જન કર્યું. તેમણે પ્રકરણગ્રંથ, સંસ્કૃત-પ્રાકૃત પદ્ભાષા વ્યાકરણાદિ, જૈન-અજૈન વાયગ્રંથ તથા અનેક સૂત્ર-આગમ કંઠસ્થ કર્યા. પોતાના પૂર્વોપકારક એવા જ્ઞાનાવતાર યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીના સમગ્ર સાહિત્યનું અધ્યયન-અવગાહન કર્યું. તેમના આ જ્ઞાન-સ્વાધ્યાય કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ
૧૧૦