________________
નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભકિતનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન ! (૧૫) હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન ! (૧૭) તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન ! (૧૮) વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન ! (૧૯)”
(- શ્રીમદ્ રાજચંદ્ર : વચનામૃત : પૃ. ૨) આ વિશ્વમાનવના આગમનથી દિશા દિશા રોમાંચિત થઈ ઊઠી છે અને પૃથ્વીની મર્યધરાના કણકણ અમરતાની સંજીવની પામીને જાગી ઊઠ્યાં છે.
એના મહાજન્મ કારતક શુક્લા પૂર્ણિમાના મંગલમુહૂર્તે સુરલોકમાં શંખનાદ થઈ રહ્યો છે અને નરલોકમાં બજી રહ્યો છે વિજયડંકો ! અજ્ઞાનની અમાનિશાના દુર્ગના સઘળાયે કાંગરા ધૂલિધુસરિત થઈ રહ્યાં છે અને હિમગિરિઓ પર આચ્છાદિત થઈ રહ્યો છે તેનો મહીંધકાર-મોહાંધકાર-વિદારક જ્યોતિર્મય શુભ્ર સત્વજ્ઞાન-આત્મજ્ઞાનનો પ્રકાશ !
તેના આ પરમજ્ઞાનમાંથી શું પ્રકાશિત થઈ રહ્યું છે? તેમાંથી કઈ યુગાકાંક્ષાઓની પ્રાર્થનાઓ પ્રગટી રહી છે?
આ જ તો કે –
આર્યપ્રજાયેં નીતિ, પ્રીતિ, નમ્રતા અને ભલી ભક્તિની માગણી ઃ માતૃભૂમિ ભારતદેશાર્થે આળસ-અઘ-અજ્ઞાન અને ભ્રમ-ભ્રમણાઓ ભાંગવાની માગણી : સમસ્ત અવનિના કલ્યાણાર્થે તન-મન-ધન-અનના સુધાસમાન સુખની સાથે શ્રેય-પ્રાપ્તિની માગણી.
કેવી અદ્ભુત, કેટલી સર્વસ્પર્શી, કેવી સમસ્ત યુગાવશ્યક છે આ પ્રાર્થનાઓ!
- અને આ પ્રાર્થનાઓ તો એ મહામાનવના આગમનથી જ, બાલ-કિશોરકુમારાવસ્થાથી જ પ્રગટી રહી છે. “પુષ્પમાળા' વત્ પ્રદાન થઈ રહી છે.
યુવાવસ્થાની સર્વસંગપરિત્યાગની પરમપદ-પ્રદાયક પ્રાર્થનાઓ-ચિંતનાઓ પ્રગટ થવી તો હજુ બાકી છે. કેવળ સોળ વર્ષની ઉંમરના મહામંગલમય “મોક્ષમાળાના મહાસર્જન-ચિરંતન સર્જન, અમૃતમય પત્ર-વચનામૃતોનું પદે પદે લેખન-વિસ્તરણ, સાથે સાથે “હે પ્રભુ!', “બહુ પુણ્યકેરા’ – હું કોણ છું?, “બિના નયન’, ‘અપૂર્વ
રાજગાથા