________________
આત્મસિદ્ધિની વાણીમાં પણ, ત્રિવિધ યોગોની એકતામાં પણ, અનેકાંતવાદ જ નથી ભર્યો ? ઉદા.
મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ;
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” (૧૩૭) આમ આત્માની સમગ્ર સિદ્ધિ કરનારા આ પરમકૃતની અપૂર્વ વાણીમાં, જૈનદર્શનનો અનેકાંતવાદ સજગ સંશોધકોને સર્વત્ર પ્રાપ્ત થયા વિના રહેશે નહીં
વસ્તુનું વસ્તુસ્વરૂપ યથાતથ્ય, જેમ છે તેમ અને અનેક નય-નિક્ષેપો સહ સમગ્રતામાં (In Totality), સંતુલન અને સમન્વયપૂર્વક અહીં જે દર્શાવાયું છે તે સાધકને શ્રી જિનકથિત મોક્ષમાર્ગે આરુઢ કરાવનારું છે. આ વસ્તુસ્વરૂપ દર્શનમાં અનેકાંતવાદ સુસ્પષ્ટ થયો છે. જિનવાણીને, જિન-દર્શન, જૈન દર્શનને, પચ્ચીસસો વર્ષ પૂર્વેના રૂપે પ્રતિધ્વનિત કરતા આ આત્મસિદ્ધિ શાસ્ત્રની કેટકેટલી અનુમોદના, અભિવંદના, સ્તવના, આરાધના કરીએ? તેમાંની જ “અનંત અનંત ભાવભેદો ભરી અનેકાંતિક શૈલીની કેટલી ભજના કરીએ ? શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના રચયિતાની આ જિનેશ્વરવાણીનો મહિમા જાણે આ આત્મસિદ્ધિ નિહિત અનેકાંતિક વાણીને પણ લાગુ પડે છે ?
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, અનંત અનંત....”
આ મહિમામયી અનંત-વાણીને, તેના ઉદ્ગાતાને અત્યંતર નમસ્કાર કરીને, આ વાણીના માધ્યમ દ્વારા, આપણે પણ એના આદિ મહાઘોષક મહાવીર પ્રભુના શ્રીચરણે પહોંચી જઈએ એ દિવ્ય સમવસરણમાં અને શ્રવણ કરી ધન્ય થઈએ-ગણધરવાદની એ પરમ પ્રબોધક, સ્વપર-પ્રકાશક જિનવાણી :
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત !'
| શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ || ૧૫૮૦, કુમારસ્વામી લેઆઉટ, બેંગલોર-પ૬૦૧૧૧. મોબાઈલ : ૦૯૬૧૧૨૩૧૫૮૦ Email ID : pratapkumartoliya@gmail.com (‘પ્રબુદ્ધ જીવન’ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંકઃ માર્ચ ૨૦૧૫)
૧૮
રાજગાથા