________________
૨૫૦૦ વર્ષ પૂર્વની આ અસામાન્ય ઘટના પછી, આત્મલોકની એ સંગ્રહિત સુસ્પષ્ટ સ્વાનુભૂતિ પછી, તેમણે એ અનુભૂતિધારા-પ્રતીતિધારા-લક્ષ્યધારાની જ્ઞાનના જબ્બર પ્રબળ ધોધ-પ્રબોધવત્ અભિવ્યક્તિ-મહાભિવ્યક્તિ કરી છે – સર્વજ્ઞ પ્રભુવીર પ્રણીત આત્મજ્ઞાનના હિમશૈલવત્ આત્માવસ્થાભરી એક બેઠકે રચેલ ૧૪૨ ગાથાઓના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં !
.
‘આત્મસિદ્ધિ’નું આ અનુભવસભર મહાશાસ્ત્ર !!
એ અન્ય કશું નહીં, જાણે પ્રભુવીર પ્રણીત ‘ગણધરવાદ’નું જ સાક્ષાત્ પ્રતિરૂપ !! એની પ્રત્યેકે પ્રત્યેક ગાથા આની પ્રતીતી આપશે, સાક્ષી પુરાવશે.
સ્વયં પ્રભુ વીરને જ શ્રી ચરણે, એ દિવ્સ સમોસરણમાં, એ ધન્ય વેળાએ સ્વયં ઉપસ્થિત રહીને એ આત્મજ્ઞાનગંભીર ગણધરવાદનું તેમણે અમૃતપાન કર્યું છે... એ અમૃતપાનને તેમણે આ કાળના ભાગ્યવંત આત્માઓ માટે પચ્ચીસસો વર્ષ સુધી સંઘરી રાખીને વહેંચ્યું છે... એનું ખોબા ભરીને પાન કરાવ્યું છે. તરસ હોય, શક્તિક્ષમતા હોય તો એને લઈ લો, પોતાનાં નાના મોટા પાત્રોમાં ભરી લો... એ ભરી ભરીને એમાં નિહિત પરમ તત્ત્વનો જાતે જ અનુભવ કરી લો... એના પરમ આનંદને માણી લો ! પરમ સૌભાગ્યશાળી સૌભાગભાઈ...
પરમ અનુગ્રહ-પ્રાપ્ત પરમ લઘુતાધારી શ્રી લઘુરાજજી...
કાઉસગ્ગ ધ્યાનવત્ દોઢ કલાક સુધી એ અલૌકિક શાસ્ત્રની સંરચનાલેખનવેળાએ એકાગ્ર ઊભા રહેલા પરમ ધન્ય અંબાલાલભાઈ... અને એવા અન્ય સુપાત્ર ભક્તજનોએ આત્માની સિદ્ધિ કરાવતા અનુભવાનંદનું અમૃતપાન કર્યું છે...! ‘આ.સિ.’ને ‘અવનીનું અમૃત’ કહેનારા મહાવિદ્વાન ડૉ. ભગવાનદાસ અને મહાપ્રાજ્ઞ પંડિતશ્રી સુખલાલજી જેવા વિદ્વન્દ્વનોએ પોતાની અંતરપ્રજ્ઞાથી વિગત ૨૫૦૦ વર્ષની સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ આત્મજ્ઞાન વિષયક કૃતિ તરીકે પ્રમાણી છે... !!*
અંગ્રેજીમાં મહાત્મા ગાંધીજી, સંસ્કૃતમાં પંડિત બેચરદાસજી, હિન્દીમાં શ્રી સહજાનંદઘનજી, કન્નડમાં ડૉ. એ. એન. ઉપાધ્યેજી જેવા ‘સપ્તભાષી આત્મસિદ્ધિ’ ગ્રંથમાં પૂર્તિ કરતાં અનેક સુજ્ઞ વિદ્વાનો તેનો અનુવાદ કરવા લલચાયા છે... !!!
અને કેટકેટલા નામ લઈએ... લેખકો, વક્તાઓની જાણે વણઝાર આ મહાકૃતિની સરળ વિવેચના કરવામાં વર્ષોથી વહેતી થઈ છે...
તો, ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’માં પ્રતિબિંબિત-પ્રતિધ્વનિત ‘ગણધરવાદ’ના જ અસ્તિત્વને દર્શાવવા એક એક ગાથાને લેવી રહે, એ એક દીર્ઘ મહાવિષય બની જાય, એનો અહીં (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન be