________________
અનેક પરંપરાઓમાં લખાયેલી છે. પણ એ બધી સિદ્ધિઓ સાથે જ્યારે શ્રી. રાજચંદ્રની આત્મસિદ્ધિને સરખાવું , ત્યારે સિદ્ધિ શબ્દરૂપે સમાનતા હોવા છતાં એના પ્રેરક દૃષ્ટિ બિન્દુમાં મહદ અંતર જણાય છે... વસ્તુતઃ એવી દાર્શનિક સિદ્ધિઓ મુખ્યપણે તર્ક અને યુક્તિને બળે રચાયેલી છે, પણ એની પાછળ આત્મસાધના કે આધ્યાત્મિક પરિણતિનું બળ ભાગ્યે જ દેખાય છે, જ્યારે પ્રસ્તુત “આત્મસિદ્ધિની ભાત જ જુદી છે. એમાં શ્રી. રાજચંદ્ર જે નિરૂપ્યું છે તે તેમના જીવનના ઊંડાણમાંથી અનુભવપૂર્વક આવેલું હોઈ એ માત્ર તાર્કિક ઉપપત્તિ નથી, પણ આત્માનુભવની થયેલી સિદ્ધિ-પ્રતીતિ છે, એમ મને સ્પષ્ટ લાગે છે. તેથી જ તો તેના નિરૂપણમાં એક પણ વેણ કડવું, આવેશપૂર્ણ, પક્ષપાતી કે વિવેક વિનાનું નથી. જીવસિદ્ધિ તો શ્રીમદ્ અગાઉ કેટલાય આચાર્યોએ કરેલી અને લખેલી છે, પણ તેમાં પ્રસ્તુત આત્મસિદ્ધિમાં છે તેવું બળ ભાગ્યે જ પ્રતીત થાય છે. અલબત્ત, એમાં યુક્તિ અને દલીલો ઢગલાબંધ છે.
શ્રી. રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં મુખ્યપણે આત્માને લગતા છ મુદ્દા ચર્ચા છેઃ (૧) આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ (૨) તેનું નિયત્વ-પુનર્જન્મ (૩) કર્મકતૃત્વ (૪) કર્મફળ ભોક્નત્વ (૫) મોક્ષ અને (૬) તેનો ઉપાય...”* ૦ આત્માના અસ્તિત્વની સિદ્ધિ આદિ ગણધરવાદના જ મુદ્દા પપદનામકથન
આ પરિચર્ચિત આત્મા વિષયક છ મુદ્દાને શ્રીમદ્જીએ મૂળ આત્મસિદ્ધિની ૪૩મી ગાથાના પદ્યમાં ‘પદનામકથન' શીર્ષક નીચે આ શબ્દોમાં મૂક્યા છે :
“આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ, છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.” (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રઃ ૪૩)
પર્ષદ આધારિત અને સ્વયંના આત્માનુભવમાંથી વહેલી શ્રીમદ્જીની આ પાવન ધારા અનેક અધ્યેતાઓ-ચિંતકોની જેમ આ પ્રજ્ઞા પુરુષને પણ ઊંડેઊંડે, સર્વાગે સ્પર્શી. તેમના પરનો આ મહાકૃતિનો પ્રભાવ વર્ણવતાં આ પંક્તિલેખકે હમણાં જ એક અનુવાદ કરતાં હિન્દીમાં આમ નોંધ્યું છે :
“શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું આત્મસંધાનયુક્ત ગહનતમ ચિંતન કરતાં સ્વયં પંડિતશ્રી સુખલાલજીએ પણ આ આત્માનુભવધારાનો અનુભવ કર્યો. તેમના ઉપર એટલો બધો પ્રભાવ તેમના આ દીર્ઘકાલીન અનુલેખક-અનુવાદકે પોતાની આંખે નિહાળ્યો કે આ “આત્મોપનિષદ્ શીર્ષક આત્મસિદ્ધિ વિષયક સમીક્ષાલેખ લખાવતા સમયે જ નહીં, પરંતુ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને “અપૂર્વ અવસરનું ગાન કરાવતી વેળાએ પણ તેઓશ્રી અશ્રુપૂર્ણ આત્માનુભવમાં ડૂબી જતા હતા ! દત્તચિત્ત થઈને આનું શ્રવણ કરતાં કરતાં
રાજગાથા