________________
યુગપ્રધાન પદ દેવો દ્વારા પ્રાપ્ત થવા છતાં તેમણે સ્થપાયેલા આ આશ્રમને તેમણે પોતાનું નહીં, શ્રીમદ્જીનું નામ આપ્યુંશ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ !!!” મહટ
આ તો વાત થઈ આ સપુરુષના બાહ્યપ્રદાનની. તેમના અંતરપ્રદાનની વાત તેથી યે સવિશેષ મોટી ને મહત્વની છે. તેમણે શ્રીમદ્ સાહિત્ય દ્વારા વીતરાગવાણીને ગુજરાત બહાર વિશ્વભરમાં અનુગ્રંજિત કરવાના મહા પ્રયત્નો આદર્યા અને આદરાવ્યા. આ પંક્તિલેખક એનો પ્રથમ સાક્ષી અને સંદેશવાહક છે. શ્રીમદ્દની આ વિશ્વધર્મક્રિતિ શ્રી આત્મસિદ્ધિને સાત સાત ભાષાઓમાં અનુવાદિત કરાવવાનો અસામાન્ય પુરુષાર્થ આ દેહધારીને નિમિત્ત બનાવીને કરાવ્યો અને જે તેમની વિદેહસ્થ દશામાં વિદુષી સુશ્રી વિમલાતાઈએ પૂર્ણ કરાવ્યો. આનું, આ અનુપમ પુરુષાર્થનું પ્રત્યક્ષ પ્રમાણ - સ્પષ્ટ પ્રતિફલન છે સપ્તભાષી આત્મસિદ્ધિના મહાગ્રંથનું ચિરંતન સર્જન, આટલું જ નહીં, તેમના જ, સહજાનંદઘનજીના જ આદેશ અનુગ્રહનું આ પરિણામ છે કે તેમના દેહવિલય સમય ૧૯૭૦-૭૧થી જ તેમના દ્વારા પ્રેરિત જૈનવિદ્યા વિશ્વવિદ્યાલયના પ્રારંભિક પ્રસ્થાનરૂપ પ્રવૃત્તિ વર્ધમાન ભારતીએ આજ ૪૫ વર્ષ સુધી વહેતી રહીને શતાધિક રેકર્ડકેસેટ-સી.ડી.ની સંગીતકૃતિઓ દ્વારા તેમની ઈચ્છાનુસાર વિશ્વભરને વીતરાગવાણીથી અનુગ્રંજિત કર્યું છે અને તે પણ શ્રીમદ્જીની સર્વ સમુદાયો-સર્વ સંપ્રદાયોને જોડનારી સમન્વય દૃષ્ટિ પૂર્વક !
આ જ સંદર્ભમાં તેમના સ્વયંના આત્માનુભવસભર પ્રવચનવાણી કૃતિઓ (સી.ડી.) ઉપરાંત તેમનું સ્વયંનું રચેલું સાહિત્ય ભારોભાર મહત્ત્વનું છે - સઘળું યે “શ્રીમદ્ દૃષ્ટિ' સમર્પિત. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને તો તેમણે પોતાની અનુભૂતિધારાનું પ્રતીતિધારા, લક્ષ્યધારાના આત્માનુભવપૂર્વક આત્મસાત્ કરી દર્શાવ્યું. તેમની અનાહગાનની સંગીત મસ્તીપૂર્વક અનેક સ્વરચિત પદોમાં ઢાળી અને ગાઈ બતાવ્યું. ખંજરી પર રણકતા અને આ લખનારની સિતાર પર રણઝણતા તેમના પરાભક્તિની મસ્તીનાં પદો અનેક ધન્ય શ્રોતાઓએ માણ્યા છે અને તેમની સહજાનંદ સુધા જેવી સાહિત્ય કૃતિઓમાં સંઘરાયા ને સચવાયા છે - વર્ધમાનભારતીની સંગીતકૃતિઓ સી.ડી. રેકર્ડોમાં પણ સર્વત્ર સતત ગુંજી રહ્યાં છે. આ સઘળું આ પરમપુરુષને અને સાથે સાથે અંતર્દષ્ટિ પ્રદાન કરનાર પ્રજ્ઞાચક્ષુ પંડિતજીને પણ આભારી છે.
આ કિંચિત્ દીર્ઘ ચિંતના પછી આવીશું સહજાનંદઘનજીના વિશિષ્ટ પ્રદાનવ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના હિન્દી અનુવાદ ઉપરાંત પૂર્વોક્ત પર્ષદોમાંના એક એક પદ * સહજાનંદ સુધા પૃ. ૯૫
*. હેપી આશ્રમ-દર્શન વેળાએ પ્રકટ
રાજગાથા