________________
“અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે, ધન્ય. //
(શ્રીમદ્ રાજચંદ્રઃ હાથનોંધ ૧-પૃ. ૬૪) * આ બધું “વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી” સી.ડી.માં રેકર્ડસ્થ થયું છે.
“ઉપરોક્ત અવતરણોથી એમ સિદ્ધ થયું કે શ્રીમદ્ રાજચંદ્રજીને ૧૯૪૭માં નિશ્ચય નયે શુધ્ધ સમતિ પ્રકાશ્ય હતું. તેથી અખંડધારાએ વિ.સં. ૧૯૪૮ના માગશર સુદી-૬ સોમે ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ્યું. જેથી તેઓ અખંડ સ્વરૂપજ્ઞાની બીજકેવળી બન્યા.
“નિરભ્ર આકાશમાં બે કળા નિરાવરણ ચંદ્રમાની જેમ અનંતાનુબંધી કષાય અને દર્શનમોહ રહિત ચિદાકાશમાં આત્મચંદ્રનું બે કળા નિરાવરણપણે અખંડ ધારાએ સતત સહજ પ્રકાશિત બન્યું રહેવું તે જ ધન્ય બીજ કેવળજ્ઞાન કહેવાય, અને ચતુર્દશીના ચંદ્રમાની માફક આત્મચંદ્રનું પ્રકાશવું તે ઉત્કૃષ્ટ બીજ કેવળજ્ઞાન કહેવાય. વચ્ચેનો ગાળો મધ્યમ બીજ કેવળજ્ઞાનનો છે. જ્યારે પૂર્ણિમાના સર્વથા નિરાવરણ પૂર્ણચંદ્રની માફક આત્મચંદ્રનું સર્વથા નિરાવરણપણું થાય ત્યારે સંપૂર્ણ કેવળજ્ઞાન થયું ગણાય છે.” ૦ કેવળજ્ઞાનના બે પ્રકાર : બીજભૂત અને સંપૂર્ણ
બીજભૂત અને સંપૂર્ણ એમ કેવળજ્ઞાન બે પ્રકારે. હાથનોંધ -પૃ. ૧૭પમાં, શ્રીમદ્ અનુભવ પ્રમાણથી જે નોંધ્યું છે તે ઉપલી વિચારણાથી બુદ્ધિગમ્ય થઈ શકવા યોગ્ય છે. વળી દેશ્ય પદાર્થની અપેક્ષાએ જ માત્ર આ કાળે કેવળજ્ઞાનની વ્યાખ્યા પ્રચલિત છે તે અપૂર્ણ છે. તેની સાથે જીવની અપેક્ષાએ વ્યાખ્યા મેળવીએ ત્યારે જ તે સંપૂર્ણ થઈ ગણાય. કારણ કે જૈન ન્યાય ગ્રંથોમાં “વાર વ્યવસાયી જ્ઞાન પ્રમાણમ્' અર્થાત જે “સ્વ” તે સ્વરૂપે તથા “પર” તે પરરૂપે એમ સ્વ-પર તે જેમ છે તેમ જુદું જુદું બતાવે તે જ્ઞાન પ્રમાણભૂત ગયું છે. આ ન્યાયથી કેવળજ્ઞાનની પ્રચલિત વ્યાખ્યાએ ખૂટતી કડીને જોડવા રૂપે શ્રીમદે આત્મસિદ્ધિશાસ્ત્રમાં જીવની અપેક્ષાએ કેવળજ્ઞાનની વ્યાખ્યા બતાવી છે.”*
શ્રી સહજાનંદઘનજીએ સ્વાનુભવથી અને મહાપ્રાજ્ઞ પં.શ્રી સુખલાલજીએ ગહન ચિંતનથી શ્રીમદ્જીની આ આત્મસિદ્ધિશાસ્ત્રની અપૂર્વ આત્માનુભવ-નિવૃત કેવળજ્ઞાનપરિભાષાનો જે સંકેત કર્યો છે તે નિમ્ન ગાથામાં સ્પષ્ટ પરિલક્ષિત થાય છે :
“કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.” (૧૧૩)
રાજગાથા