________________
“શ્રીમદ્ રાજચંદ્રજી તે કાળ, તે સમયના યુગપ્રધાન પુરુષ હતા. એમનામાં તથા પ્રકારની તારકશક્તિ હતી. માટે જ નગારા પર ડંડાની ચોટે તેમણે કહ્યું કે -
“તીર્થકર જે સમજ્યા અને પામ્યા તે આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયાં કરી રાખ્યો છે. જો કે તીર્થકર થવા ઈચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઈચ્છા રાખી નથી. (પત્રાંક-૧૭૦)2 અંતિમાએ સંકેતો
તીર્થકર બનવાની નહીં, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવાની ઈચ્છાના ધારક આત્મસિધ્ધિ શાસ્ત્ર-રચયિતા શ્રીમદ્દે કલ્પસૂત્રના ગણધરવાદમાં “આત્મ-પ્રવાદને અને પ્રભુ મહાવીરના જીવનાંતના સમી સાધના ઉપદેશ એવા “શ્રી ઉત્તરાધ્યયન”માંના વિનય-સૂત્રને જ પ્રતિધ્વનિત તેમજ મહિમા-મંડિત કરેલ છે, યથા –
“એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ, મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.” (આસિ.શાસ્ત્ર-૨૦)
આવા વિનય-મહત્તા અને આત્મ-સત્તાની સર્વોપરિતાના ને નાફ તે સર્વ નારૂ' (“જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણું')ના નિગ્રંથ પ્રવચનના હાર્દને અભિવ્યક્ત અને પરિલક્ષિત કરતી અનેક ગાથાઓ શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રમાં નિહિત છે. તેના શ્રી ગણધરવાદ સાથે સામ્ય અને તુલનાત્મક સમન્વયાત્મક વિશદ અધ્યયન ભણી સર્વ મહામના વિદ્વજનોને વિનમ્ર અનુરોધ કરવાનો અહીં ભાવ અને સંકેત માત્ર છે.
ઉન્મુક્ત ચિત્તના વિદ્વાન અધ્યેતાઓ, પૂર્વોક્ત વિદ્વાનોની હારમાળાથી આગળ જઈને બંનેના એકે એક વિધાનની તુલના કરી શકે તેવી સંભાવના અને ક્ષમતા બંને રચનાઓમાં છે.
અનેક સત્યો તેથી ઉજાગર થઈ શકે તેમ છે. ગણધરવાદમાં ૧૧ પ્રશ્નસંદેહો પ્રતિપાદિત થયાં છે, જેમાં જૈનદર્શનનાં ૯ કે ૭ તત્ત્વો સમાહિત થઈ જાય છે. આત્મસિધ્ધિશાસ્ત્રના ૬ પદોના ષસ્પદ નામ કથન'માં બંનેમાં પ્રધાનપદે છે આત્મસત્તા અને કર્મસ, જે જૈનદર્શનમાં અભિવ, વિશિષ્ટ અને સમગ્ર સંપૂર્ણ સ્વરૂપે અભિવ્યક્ત થયેલ છે. વિશ્વના સર્વદર્શનો તેને નકારી કે પ્રતિવાદિત કરી શકે તેમ નથી. તેવી ક્ષમતા
રાજગાથા