________________
રાજઋધ્ધિઓથી ઉદ્ભવ થનારા અનર્થોથી બચવા માટે પૂર્વજન્મમાં આયુબંધ કાળમાં કરેલા સંકલ્પબળથી આ દેહધારી આ દેહમાં એક ખાનદાન પણ ઉપજીવનમાં સાધારણ સ્થિતિવાળા કચ્છી વિશા ઓશવાળ અંચલગચ્છીય જૈન કુટુંબમાં જન્મ્યો છે. સ્તનપાન કરતાં કરતાં એ જનનીમુખેથી શ્રવણ કરીને નવકાર મંત્ર શીખ્યો.
“જે મંત્રના પ્રભાવથી માત્ર અઢી વર્ષની ઉંમરે એ સ્વપ્નાવસ્થામાં સંસારકૂપનું ઉલ્લંઘન કરી ગયો. ચાર વર્ષની ઉંમરે તેને ખુલ્લી આંખે પ્રકાશ ફેલાતો દેખાયો... નવ-દસ વર્ષની ઉંમરે તે પૌષધોપવાસવ્રત, પૂજા, સાંવત્સરિક પ્રતિક્રમણ કરવા લાગ્યો.”
“સંવત્સરિમાં ચાલીસ લોગસ્સનો કાઉસગ્ગ મૂળજી બોલ્યાં, બાલયોગી સાધુ સમા આ, નિરખી લોકો ડોલ્યાં ! (પછી આગળ જતાં)
દ્વાદશ વર્ષે પઠન કર્યા” 'તા, રાજપ્રભુનાં વચનો, વચનો સર્વે રહ્યાં સત્તામાં, જાગે અંતરમાં ભજનો"
(ગુરુદેવની પૂજા પુષ્પાબાઈ સ્વયંશક્તિઃ પૃ. ૪, ૫) અન્યો દ્વારા લિખિત આ કવિ-વર્ણન પછી તેમની સ્વયં-લિખિત નાનકડી “આત્મકથા” આગળ વધે છે :
બાર વર્ષની ઉંમરે તેને શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતગ્રંથ વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જે વાંચતા એ શિક્ષા પૂર્વ-પરિચિત થઈ. તેમાંથી તેણે “બહુ પુણ્ય કેરા પુંજથી”.... નિરખીને નવયૌવના'. “ક્ષમાપના પાઠ ઈત્યાદિ સહસા કંઠસ્થ કર્યા. હું કોણ છું? ક્યાંથી થયો?” એ ગાથા એની જીભ ઉપર રમવા લાગી અને નિરખીને નવયૌવના' એ શિક્ષાબળથી લઘુવયમાં સંપન્ન થયેલ) સગાઈવાળી કન્યાનો વિવાહપૂર્વે જ દેહ છૂટી જતાં, બીજી કન્યાની સાથે થઈ રહેલા સગાઈ સંબંધને ટાળીને એ આત્મસમાધિ માર્ગ પર અગ્રેસર થઈ શક્યો.
પૂર્વકાળના જન્માંતરોમાં પરમકૃપાળુદેવ, શ્રી તીર્થંકરદેવ આદિ અનેક મહાજ્ઞાની સપુરુષોના મહાન ઉપકારો તળે આ દેહધારી અનુગ્રહબધ્ધ છે. તેમનામાંથી બે સપુરુષોનો ઉપકાર તેને આ દેહમાં વારંવાર સ્મરણમાં આવ્યા કરે છે – એક સ્વલિંગ સંન્યસ્ત યુગપ્રધાન શ્રીમદ્ શ્રી જિનદત્તસૂરિજી અને બીજા ગૃહલિંગ સંન્યસ્ત યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી. આ ઉભય જ્ઞાતપુત્રોની અસીમ કૃપા આ દેહ પર વારંવાર અનુભવ કરતો આ આત્મા ધીમી ગતિએ છતાં પણ સુદઢરૂપે આધ્યાત્મિક ઉન્નતિ શ્રેણી પર અગ્રસર થઈ રહેલ છે.” કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ ( ૧૧૩
૧૧૩