________________
જનાર, ઓળખી-પારખી જનાર, ને તેમના શરણે પોતાની સારીયે લઘુતા ધારીને સમર્પિત થઈ જનાર અન્ય ઝવેરીઓમાંના એક હતા શ્રી ભદ્રમુનિ-સહજાનંદઘનજી, જેમણે આરંભમાં લખ્યા મુજબ તેમનું, શ્રીમદ્જીનું, યુગપ્રધાનપણું સિધ્ધ કર્યું છે, આત્મસાત્ કર્યું છે. યુગપ્રધાનને ચરણે શરણ-ગ્રહણ-સમર્પણ :
યુગપ્રધાન કોણ અને કેમ ગણાય તે આટલાથી સ્પષ્ટ થઈ જાય છે.
આવા વર્તમાન યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજીને તેમના આ જન્મના સમગ્ર જીવનદર્શનથી, જીવન-વિચરણથી તો શ્રી ભદ્રમુનિએ ઓળખ્યા જ, પરંતુ પોતાની પૂર્વજન્મની સ્મૃતિથી પણ તેમનો ઉપકાર-સંબંધ સ્વીકાર્યો અને સ્વયં અણીશુદ્ધ, સર્વસંગપરિત્યાગી, પંચ મહાવ્રતધારી, પરંપરા – દીક્ષિત જૈન મુનિ હોવા છતાં શ્રીમજીને ગુરુપદે સ્થાપ્યા, તેમના પ્રત્યે અત્યંત લઘુતાભાવે સમર્પિત થયા અને જીવનભર તેમનો જ પ્રચાર કર્યો ! તેમનું આ સમર્પણ-સૂત્ર જોવા જેવું છે :
"अनन्य आत्मशरणप्रदा सद्गुरुराज विदेह । पराभक्तिवश चरण में, धरं आत्मबलि एह ॥"
આ સમર્પણ-સૂત્રને સરળભાષામાં વિસ્તારમાં તેમણે લખ્યું, ગાયું અને જીવનપર્યત પ્રચાર્યું ને આચર્યું -
“સફળ થયું ભવ મહારું હો, કૃપાળુદેવ ! પામી શરણ તમારું હો, કૃપાળુદેવ ! કળિકાળે આ જંબુ-ભરતે, દેહ ધર્યો નિજ-પર હિત શરતે; ટાળ્યું મોહ-અંધારું હો ! કૃપાળુદેવ ! - સફળ થયું. (૧) ધર્મ ઢોંગને દૂર હટાવી, આત્મધર્મની જ્યોત જગાવી, કર્યું ચેતન જડ ન્યારું હો ! કૃપાળુ દેવ ! - સફળ થયું. (૨) સમ્યમ્ દર્શન-જ્ઞાન-રમણતા, ત્રિવિધ કર્મની ટાળી મમતા,
‘સહજાનંદ' લહું પ્યારું હો ! કૃપાળુ દેવ ! - સફળ થયું. (૩)” આવા મહિમા-ગાયક લઘુતાધારક આ ભદ્રમુનિ કોણ ?
જેમ શ્રીમદ્જી સ્વયં ગુપ્ત અને સ્વ-પ્રસિદ્ધિથી દૂર રહ્યાં, તેમજ રહ્યાં ભદ્રમુનિ પણ !
કચ્છથી કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુની યોગભૂમિમાં યુગપ્રધાન ભદ્રમુનિ
૧૧૧
૧૧૧