________________
પોતાના આવા મહાપુણ્યભર્યા પૂર્વસંચિતો અને પૂર્વસંસ્કારોના કારણે ભદ્રમુનિનો આત્મવિકાસ વિલક્ષણરૂપે વળાંક ધારણ કરે છે – ડુમરા જેવા નાનકડા ગામની અલ્પસંખ્યક વસ્તીના શિક્ષાર્જન-વિદ્યાર્જનનાં સાધનો મર્યાદિત હોવા છતાં ! ડુમરા ગામની શાળામાં સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ, અધ્યયનની અદમ્ય ઇચ્છા હોવા છતાં પણ સંયોગવશાત્ અભ્યાસ છોડીને તેમને આજીવિકાળે મુંબઈ મહાનગરીમાં આવવું પડ્યું – જાણે વવાણિયાથી આ જ હેતુથી મુંબઈ પધારેલા યુવાન શ્રીમદ્જી જેમ! જીવન-વળાંકની ઘટના અને સર્વસંગ પરિત્યાગ :
“યુવાવયનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે” – શ્રીમદ્ રાજચંદ્રજી. પોતાના “શુધ્ધ બુધ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સ્વરૂપ શુધ્ધાત્માના પૂર્વકાળના અભ્યાસના સ્મૃતિ-સંસ્કાર યુવાન મૂળજીભાઈમાં એક ધન્ય, વિરલ, અલૌકિક અનુભૂતિવેળામાં જાગી ગયા.
“અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ?”
- પરમપદ પ્રાપ્તિની આ ભાવના માટે બાહ્યાંતર નિગ્રંથદશાનું મુનિજીવન અંગીકાર કરવાની કોઈ પૂર્વકાલીન શુભ ઇચ્છાને સાકાર કરવાનું ત્યારે તેમને એક નિમિત્ત’ મળી ગયું. “ઉપાદાન જો ગહન હોય તો પછી કહેવું શું?
પોતાની ૧૨ વર્ષની વયે હું કોણ છું?” ના શ્રીમપદે તેમના અંતર ઊંડે પ્રજવલિત કરેલી શોધ-વાળા હવે બાહ્યરૂપે પણ પ્રકાશિત-વિસ્તારિત કરવાની ધન્ય વેળા આવી ગઈ. ૧૯ વર્ષની યુવાવસ્થામાં તેને ચરિતાર્થ કરવા માટે એક વૈરાગ્યપ્રદાતા ઘટના બની.
મુંબઈમાં શ્રી પુનશીભાઈ શેઠની પેઢીનો વ્યાપાર-વિક્રય સંભાળવાની તેમની નોકરીનો હજુ થોડો જ કાળ વીત્યો હતો.
મોહમયી નગરીની ભાતબજારનું એ ગોદામ. તેના અંદર કાર્યરત યુવાન મૂળજીભાઈ. એ મકાનના ઉપરના માળેથી કોઈ અજાણ માઈના ચાંદીના બટનવાળા પહેરણનું ત્યાં પડવું. મૂળજીભાઈ દ્વારા તેને તદ્દન નિસ્પૃહ-નિર્લોભભાવે એક બાજુ મૂકી દેવું – એમ સમજીને કે તેના માલિક પોતે આવીને તે લઈ જશે. પરંતુ એ પહેરણની માલકણ વિપરીત-બુધ્ધિબાઈ ઉપરથી ત્યાં આવી ચઢી, ક્રોધની
જ્વાળામાં રાતી-પીળી થઈ ગઈ અને તેણે મૂળજીભાઈ પર જ પહેરણ-ચોરીનો આરોપ લગાવી દીધો !
૧૧૪
રાજગાથા