________________
“અમીચંદનું આ શરીર તો એનું એ જ છે ! તો એમાંથી જતું શું રહ્યું? જે જતું રહ્યું એ તત્ત્વ કયું? શું શરીરની અંદર પણ કોઈ અલગ તત્ત્વ ઉપસ્થિત હતું?” (વાઘ સ્વર)
પુરુષ અને વૃક્ષ પર ઊભા ઊભા જ એ પોતાનાં આવા ગહન-ગંભીર પ્રશ્નોમાં ઊંડાણમાં ખોવાઈ ગયા. એમના ચર્મચક્ષુ સામે પ્રજવલિત ચિતામાં ભસ્મ થઈ રહેલા પોતાના પ્રિય-વ્યક્તિના મૃતદેહને જોઈ રહ્યાં હતા અને અંતર્થક્ષ-અંતરની દિવ્ય આંખો જન્મ-જન્માંતરોની પાર.. એક પરમ સત્યની ઝાંખી મેળવી રહ્યા હતા.
સ્ત્રી : એમની સ્થૂળ કાયા બાવળના ઝાડ પર ઊભી હતી, પણ અંતચેતના તો અનેક જન્મોમાં જોયેલ જગતની યાત્રા કરતી કરતી દેહભિન શુદ્ધાત્મસ્વરૂપનો સ્પર્શ કરી રહી હતી અને સ્વયંને પૂછી રહી હતી. પ્રશ્નોના ઊંડાણમાં “સ્વને શોધતી.... પોતાને જ પૂછી રહી હતી..
પુરુષ : “હું કોણ છું.. ? ક્યાંથી આવ્યો છું? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે ?”
“હું કોણ છું? હું કોણ છું? હું કોણ છું?...”
સ્ત્રી અને અંદરનો એક પડદો... એ આવરણ દૂર થઈ ગયાં... જન્મજન્માંતરોનું રહસ્ય ખુલી ગયું.. બાળ જ્ઞાનાત્મા રાજચંદ્રને લગભગ ૮૦૦-૯૦૦ પૂર્વજન્મોનું એક ચલચિત્રની જેમ દર્શન થયું.! અદ્ભુત અતિ અદ્ભુત હતું એ દર્શન...!!
પુરુષ એ ચલચિત્રની નિરંતર પરિવર્તિત થતી પટ્ટી પર દૂર અતીતમાં, ક્યારેક ભગવાન મહાવીરના શિષ્યના રૂપમાં, તો ક્યારેક કોઈ રાજા રાજકુમારના રૂપમાં દૃષ્ટિગત થતાં પોતાનાં દેહદર્શનમાં બાળક રાજચંદ્રને એક દેશ્ય સદા, શાશ્વતરૂપે, સ્થિર દેખાતું રહ્યું. પોતાના પરિશુદ્ધ આત્માની દિવ્યજ્યોતિનું ! (દિવ્ય વાદ્યસંગીત)
સ્ત્રી : એમને પોતાના પૂર્વજન્મોનું જ્ઞાન પણ થઈ ગયું અને પોતાની શુદ્ધ, બુદ્ધ સર્વદા સ્થિર અજર, અમર આત્માનું પણ !
પુરુષ આત્મા કે જે ક્યારેય મૃત્યુ પામતો નથી, ક્યારેય જનમતો નથી. મરે છે - જન્મે છે તો શરીર... બાહ્ય શરીર....
સ્ત્રી અને પરિણામે.. એ શરીરની માત્ર સાત વર્ષની વયે એમણે આત્મજ્ઞાનનો અનુભવ કર્યો. એમને સમજાઈ ગયું કે – “સચ્ચિદાનંદી શુદ્ધ સ્વરૂપ, અવિનાશી હું આત્મા છું.”
૧૦૬
રાજગાથા