________________
બાપૂની હિંદુ ધર્મમાં શ્રદ્ધા દેઢ કરવામાં રાયચંદભાઈ નિમિત્ત બન્યા એ એમના હાથે ઘટિત સહજ સેવા હતી, પરંતુ મારા મત પ્રમાણે, જનતાની દૃષ્ટિએ એ તેમનું સર્વોત્તમ કાર્ય હતું.”*4 - સ્ત્રી : ગાંધીજીને સ્વધર્મમાં સ્થિર કરવા છતાં શ્રીમદ્જીના મનમાં બધા ધર્મો પ્રત્યે શું સદ્ભાવ હતો ?
પુરુષ: નિસંદેહ! સ્વયં ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, “રાયચંદભાઈના મનમાં અન્ય ધર્મો પ્રત્યે અનાદર ન હતો. મારી સાથે ચર્ચા કરતાં ક્યારે ય તેમણે મને એમ નથી કહ્યું કે મોક્ષપ્રાપ્તિ માટે મારે અમુક ધર્મનું અવલંબન લેવું જોઈએ. તેઓએ મને આચારના વિષયમાં જ વિચાર કરવા કહ્યું હતું.”*5
પોતાના એક સુવિચાર-ચિંતનમાં પણ શ્રીમદ્જીએ સ્વયં લખ્યું છે –
તું ગમે તે ધર્મને માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.”
(“પુષ્પમાળા'-૧૫) સ્ત્રીઃ અહીં સર્વ ધર્મ સમાદરની વાત તો સ્પષ્ટ થાય છે. પણ ગાંધીજીના સત્ય, અહિંસા આદિનો પણ શ્રીમજી સાથે કોઈ સંબંધ હતો ?
પુરુષ : અવશ્ય. ગાંધીજીના સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિની સાધનાની પ્રેરણાના મૂળમાં તો શ્રીમદ્જી જ હતા.
સ્ત્રી : શું કહો છો ? ગાંધીજીએ આ વિષયમાં ક્યાંય કશો ઉલ્લેખ કર્યો છે ?
પુરુષ : હા, વિક્રમ સંવત ૧૯૯૨ની કાર્તિક પૂર્ણિમાના વ્યાખ્યાનમાં તેમણે આ વિષે ઉલ્લેખ કર્યો છે. “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી” (શ્રીમદ્ રાજચંદ્ર ગૌર Tથીની) પુસ્તકના પૃ. ૭૨ અને ૯૦ પર આ જોવા મળે છે. ગાંધીજીએ સ્પષ્ટરૂપે સ્વીકાર કર્યો છે કે “મેં અનેક વ્યક્તિઓનાં જીવનમાંથી ઘણું પ્રાપ્ત કર્યું છે. પરંતુ સહુથી વિશેષ કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી રાજચંદ્રજીના જીવનમાંથી. દયાધર્મ પણ હું એમના જીવનમાંથી શીખ્યો છું. આ ઉપરાંત એમના જીવનમાંથી શીખવા મળેલી બે મહત્ત્વપૂર્ણ વાતો તે સત્ય અને અહિંસા. તેઓ પોતે જે સાચું માનતા એ જ કહેતા અને એ પ્રમાણે જ આચરણ કરતા અને અહિંસા તો એ જૈન હતા એટલે એમના સ્વભાવમાં જન્મજાત હતી જ.”*6 #4 તા. ૧૭-૧૧-૧૯૩૫ના રોજ પવનારથી લખાયેલ એક પત્ર. *5 “શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી' પૃ. ૫૬ *6 – શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રજી
૧08