________________
“આ અવસર્પિણી કાળમાં આ ક્ષેત્રે ૧૦ દસ અચ્છેરાં પૂર્વે ગણવામાં આવ્યાં છે. ત્યાર પછી અચ્છેરા રૂપ શ્રીમદ્ રાજચંદ્રજીનું આ ક્ષેત્રે જન્મ થયું. એ મહાવિદેહનું જ પરમ-પાત્ર ભૂલથી આ ભરતક્ષેત્રે આવી ચઢ્યું, અને ત્યારબાદ મહાવિદેહ ગયું. બાલ્યકાળથી વીતેલું એમનું વિદેહી જીવન એમના મહાવિદેહીપણાની ખાત્રી કરાવે છે.
“સ્વ-પર હિતાર્થે નિર્દભપણે પોતાની કલમ વડે લખાયેલી આત્મચર્યામાં શ્રીમદ્દા અલૌકિક જીવનના સ્પષ્ટ દર્શન થાય છે. તત્સમ્બન્ધી કેટલાક જીવન પ્રસંગો અન્ય લેખકો દ્વારા આલેખાયેલા અનેક ગ્રંથોમાં કેટલેક સ્થળે વાચક વૃદને જોવા મળશે.”
શ્રીમદ્ રાજચંદ્ર ક્ષાયિક સમ્યગ્દષ્ટા, અખંડ સ્વરૂપજ્ઞાની અને ઉત્કૃષ્ટ અપ્રમત્ત યોગી હતા: આ વાતની ખાત્રી કરવા સર્વ પ્રથમ એમની આત્મચર્યાનું નિરીક્ષણ કરવા ચાલો આપણે એમના જ “વચનામૃત' ગ્રંથમાં પ્રવેશીએ :
1. “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃશંક છે, ગ્રંથિ ભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે - પત્રાંક-૧૭૦”
2. “છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી... પરિપૂર્ણ લોકાલોક જ્ઞાન ઉત્પન થશે... પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો ઉત્પન થયું જ છે - પત્રાંક-૧૮૭”
3. “આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે, તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે - પત્રાંક-૨૧૪”
4 એક પુરાણ પુરુષ અને પુરાણપુરુષની પ્રેમ-સંપત્તિ વિના અમને કંઈ ગમતું. નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ - પત્રાંક-૨૫૫.”
5. “આત્મા-બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, એક બીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે. - પત્રાંક-૨૯૧”
શ્રીમદ્જીની અદ્ભુત આત્મદશા વર્ણવતી સહજાનંદઘનજીની કલમ આગળ ચાલે છે : * “સહજાનંદ સુધા' : ૯૭, ૯૮, ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦ર
રાજગાથા