________________
આ કેવળ નિજસ્વભાવ કેવો હોય ? તેનો ઉલ્લેખ તેમણે આ પૂર્વાપર પૂર્વગાથાઓમાં કહ્યો છે :
“આત્મા સતુ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત.” (૧૦૧)
સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, શુધ્ધ બુધ્ધ ચૈતન્યધન સ્વયંજ્યોતિ સુખધામ એવા પરિશુધ્ધ, પરિપૂર્ણ, પરિજ્ઞ આત્માના કેવળ નિજસ્વભાવનું અખંડ અવિચ્છિન્ન ધારારૂપ જ્ઞાન જેમને સ્વયંને વર્લ્ડ- પ્રવર્ચી ગયું અને જેમાં પચીસસો વર્ષ પૂર્વનું પરમાત્મા મહાવીરના શ્રીમુખે પ્રવહેલું ગણધરવાદનું મહાજ્ઞાન પ્રતિબિંબિત થયું એવા શ્રીમજીની દેહ છતાં નિર્વાણવત્ દેહાતીત મહાવિદેહી આત્મદશાને અને તેમાંથી નિવૃત શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રની સંરચના-પ્રવહનાને આપણે શું કહીશું? આપણે અલ્પજ્ઞો એને શી રીતે, આપણી કઈ અંતરભૂમિકામાંથી, કયા શબ્દોમાં મૂલવીશું?
શ્રી આત્મસિદ્ધિના નિષ્કર્ષરૂપે શ્રીમદ્જીએ સ્વયં આપેલ તારણ “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” અનુસારની તેમને સ્વયંને જ આ કેવળજ્ઞાનના “શુધ્ધ સમકિત પ્રકાશ્યા” બાદની સંપ્રાપ્તિ આરંભાયાનો સંકેત કરે છે. અહીં ઉપર શ્રી સહજાનંદઘનજી જેવા ઉત્સુક્ત આત્મદેખાએ તેમને “અખંડ સ્વરૂપજ્ઞાની બીજકેવળી” તરીકે અનંતાનુબંધી કષાય અને દર્શનમોહ રહિત ચિદાકાશ-ચેતનાના નિરભ્ર આકાશમાં, બે કળા નિરાવરણ પણે અખંડ ધારાએ સતત સહજ પ્રકાશિત રહેતા બીજ કેવળજ્ઞાની આત્મચંદ્ર સ્વરૂપે નિહાળ્યા છે એ યથાર્થ છે. ધન્ય છે તેમના સમાની એ અંતર-ઊંડાણેથી ઉદ્ભવતી આત્મદષ્ટિ કે જે શ્રીમદ્જીની આવી અદ્ભુત આત્મદશાને, બીજ કેવળીદશાને નિહાળી શકે છે! સાર્થક છે તેમની વિવેકદ્રષ્ટિ કે જે સ્વયં શ્રીમદ્જીના જ ઉપર્યુક્ત સ્વવૃત્તાંતમાં પરમ સત્ય ભરેલા તારણોથી આ સિધ્ધ કરી શકે છે !!
મહાપ્રાજ્ઞ પંડિતશ્રી સુખલાલજી જેવાની એકલાની જ અંતરપ્રજ્ઞાની વિગત પચીસસો વર્ષોના ગ્રંથસર્જનો પર ફરી વળતી દૂરદષ્ટિ નહીં, અનેકાનેક ગુણગ્રાહક એવા આત્મસિધ્ધિ શાસ્ત્રના અન્ય અધ્યેતાઓની અંતર્દષ્ટિ પણ આ નિહાળી અને સિધ્ધ કરી શકી છે !!!
વણઝાર... વિદુષી વિમલાતાઈ સુધીના અધ્યેતાઓની
કેટકેટલા અન્ય મહાપ્રાજ્ઞોનાં - શ્રીમઅભ્યાસી અભિવક્તાઓ અને લેખકોસંશોધકોનાં નામ લઈએ? પ્રભુશ્રી લઘુરાજજીર્થી માંડીને મહાત્મા ગાંધીજી, આચાર્ય * “ઉપાસ્યપદે ઉપાદેયતા” શ્રી સહજાનંદઘનજી : પૃ. ૧૨ થી ૨૩ (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૮૯