________________
“મહાવીરના વિચારમંથનના પરિણામરૂપ જે પ્રાચીન ઉદ્ગારો “આચારાંગ”, “સૂત્ર કૃતાંગ જેવાં આગમોમાં મળે છે તેમાં પણ આત્મસ્વરૂપના જ્ઞાન અને તેની સાધનાને લક્ષીને જ મુખ્ય વક્તવ્ય છે.
“સમ્યજ્ઞાન મેળવવાના અનેક માર્ગો શોધાયા અને યોજાયા. કોઈએ એક તો કોઈએ બીજા ઉપર સહેજ વધારે ભાર આપ્યો. એને લીધે કેટલીક વાર પંથભેદો જભ્યા અને એ પંથભેદો ટૂંકી દૃષ્ટિથી પોષાતાં સાંકડા વાડા પણ બની ગયાં. આધ્યાત્મિક સાધના ઉપર ઊભી થયેલી પરંપરાઓ મોટે ભાગે એકદેશીય અને દુરાગ્રહી પણ બની ગયેલી આપણે ઈતિહાસમાં જોઈએ છીએ.
કોઈ પણ સમાજમાં ઊછરેલો જ્યારે ખરા અર્થમાં આત્મજિજ્ઞાસુ બને છે, ત્યારે તેને પણ શરૂઆતમાં એ વાડા અને ફાંટાનાં સંકુચિત બંધનો અને કુસંસ્કારો ભારે વિનરૂપ થઈ પડે છે. પણ ખરો આત્મજિજ્ઞાસુ એ બધાં વિનોથી પર જાય છે અને પોતાનો માર્ગ પોતાના જ પુરુષાર્થથી નિષ્કટક બનાવે છે. આવા અધ્યાત્મવીરો વિરલ પાકે છે. શ્રીમદ્ એ વિરલમાંના એક આધુનિક મહાન વિરલ પુરુષ છે xxx એમની ઓળખ ગુજરાત બહાર અથવા જેનેતર ક્ષેત્રમાં બહુ વિશેષ નથી. પણ તેથી એમનું આધ્યાત્મિક પોત અને સૂક્ષ્મ સત્યર્દષ્ટિ સાધારણ છે એમ જો કોઈ ધારે, તો તે મહતી બ્રાતિ જ સિદ્ધ
થશે..
પ્રથમ પુરુષ “ગણધરવાદ' પરિશીલનના સત્યસંનિષ્ઠ સુદીર્ઘ ગહન અધિકૃત અધ્યેતા, બીજા “ગણધરવાદ'ના પોતાના શ્રી કલ્પસૂત્ર વ્યાખ્યાન દ્વારા નવતર સ્વાનુભવપૂર્ણ અર્થપ્રદાતા ઉદ્ગાતા.
“જે ઉંમરે અને જેટલા ટૂંક વખતમાં શ્રી. રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં પોતે પચાવેલ જ્ઞાન ગૂંચ્યું છે તેનો વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે નમી પડે છે. એટલું જ નહિ, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તો સેંકડો વિદ્વાનોએ આપેલી સાહિત્યિક ગ્રન્થરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવંતી છે. પોતપોતાના પક્ષની અને મંતવ્યની સિદ્ધિ અર્થે અનેક સિદ્ધિ-ગ્રન્થો સેંકડો વર્ષ થયાં લખાતાં રહ્યાં છે. સર્વાર્થસિદ્ધિ માત્ર જૈન આચાર્યું જ નહિ, પણ જેનેતર આચાર્યોએ પણ પોતપોતાના સંપ્રદાય પરત્વે લખી છે. “બ્રહ્મસિદ્ધિ', “અદ્વૈતસિદ્ધિ આદિ વેદાંત વિષયક ગ્રંથો સુવિદિત છે. નિષ્કર્મસિદ્ધિ', “ઈશ્વરસિદ્ધિ', એ પણ જાણીતાં છે. “સર્વજ્ઞસિદ્ધિ જૈન, બૌદ્ધ વગેરે * શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ્ દર્શન અને ચિંતન”-૨ : પૃ. ૭૯૨-૯૪
પ્રજ્ઞાસંચયન” : હિન્દી અનુવાદન-સંપાદન : પૃ. ૩૫-૩૮ (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૮૧