________________
કથિત ‘સંશોધન’ કરનારા વિદ્વાનો-લેખકો-ચિંતકો કે જેઓ અનુમોદનીય પરિશ્રમપૂર્વક અત્ર-તંત્ર-સર્વત્રથી ઘણું એકત્ર તો કરીને મૂકવા જાય છે, પરંતુ વર્ષો ને વર્ષોના અપેક્ષિત (જર્મન વિદ્વાન શુસ્પ્રિંગ-શા) ગહન અધ્યયનનું, ખુલ્લા મનના અનભિનિવેશી-ઉન્મુક્ત ‘સ્વાધ્યાયન’નું શું ? એ સુદીર્ઘ સ્વાધ્યાયન પછીની અંતરાનુભૂતિ (આનંદઘનજીવત)નું શું ? અંતરના એ સુદીર્ઘ સ્વાનુભવમાર્ગમાં શુદ્ધાત્મજ્ઞ નિગ્રંથ સદ્ગુરુના આજ્ઞાઆદેશભરી જ્ઞાનસાધનાંતે, વર્ષો ને વર્ષોના બાહ્યાંતર મૌન ભરી (પ્રભુ મહાવીર સમ) આત્મધ્યાનપૂર્ણ આરાધનાંતે જ પમાતા સત્-નિષ્કર્ષનું શું ? આત્માનુભૂતિ માટેના આવા મહા સત્-પુરુષાર્થનું શું ?
ન
આવી આત્માનુભૂતિધારા, આત્મપ્રતીતિધારા, આત્મલક્ષ્યધારા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી, સ્વયંની આત્મદશા સમ્યક્ જાગી ન હોય ત્યાં સુધી, એ “જ્ઞાનભાનુ પ્રગટ ભયો ન હોય’’ ત્યાં સુધી, અનુભવ-લોકના આલોકમાં વિહરવાને બદલે “કલ્પના લોક’માં વિહરવાનું એને વ્યક્ત કરવાનું કેટલું સમુચિત ? અહીં તો સ્પષ્ટ દર્શન જોઈએ ઃ
“એહિ નહીં હૈ કલ્પના, એહિ નહીં વિભંગ;
કઈ નર પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ !’’ (‘બિનાનયન : શ્રીમદ્જી)
તો સ્પષ્ટ આવશ્યકતા છે અખંડ અભંગ આત્મદર્શનની, તેના અનુભવલોકમાં વિચરવા વિહરવાની, ‘બાહ્યાંતર નિગ્રંથ' બની મહત્ત્પુરુષોના ઊર્ધ્વગગનેગગનમંડળમાં પહોંચવાની અને પાઠકોને પહોંચાડવાની, અને નહીં કે ‘કલ્પના લોક’માં, સ્વયંના આત્માનુભવ વિહીન મનગઢંત સ્વૈરવિહારમાં ભમાવવા-ભરમાવવાની ! એ સ્વચ્છંદ જ બને –
“સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ !”
(આત્મસિદ્ધિ-૧૭)
આમ સ્વચ્છંદ-મુક્ત, આત્મજ્ઞ સદ્ગુરુ સંયુક્ત, સુદીર્ઘ અંતર-મૌનના આરાધના પ્રાપ્ત ચિંતક-સંશોધક જ આવું પ્રથમોક્ત યુગદર્શન પામી શકે.
છે આવું અંતરાનુભવ ને સદ્ગુરુ આજ્ઞા યુક્ત યુગદર્શન ? એ જો હોય તો એમને ધન્ય છે ને નમન છે.
એ ન હોય તો કેવળ કલ્પનાલોકના તરંગ કે વિભંગજ્ઞાનનું શું સાર્થક્ય ? શું મહત્ત્વ ? શું જ્ઞેયત્વ-ઉપાદેયત્વ ? શ્રીમદ્ભુ અહીં પોતાની વેદના ઠાલવે છે : “એવા જીવો પોતાની મતિકલ્પનાથી મોક્ષમાર્ગ કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરવા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે.” (પત્રાંક-૬૮૦) (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ७७