________________
વીતરાગના મોક્ષમાર્ગના-સતુપુરુષાર્થયુક્ત આશા ઉમંગ ઉલ્લાસભર્યા મૂળમાર્ગનો લોપ આપણે જોઈ નથી રહ્યાં? આ ત્રણગ્રસ્ત છિન્નભિન્ન જિનમાર્ગનું દર્શન આપણને પડતું નથી? સ્વયં પ્રભુ મહાવીરનું જે ભવિષ્યકથન - અંતર્ભેદોથી જિનશાસન વ્રણગ્રસ્ત થવાનું-આપણને દેખાતું નથી?
જેને યુગદેષ્ટા શ્રીમજીએ સર્વાધિક પારંપરિક ગણ્યો અને જેને “જેને પરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ ધરાવતો પ્રમાણ્યો અને સિદ્ધ કર્યો એવો પંડિતશ્રી સુખલાલજીના પણ સત્યશોધક, તટસ્થ અભિયાનવાળો આપણો શ્વેતાંબર આમ્નાયનો સર્વાધિક પ્રમાણભૂત વીતરાગમાર્ગ આજે ક્યાં જઈ ઊભો છે? કેટકેટલા ગચ્છ-મતભેદોમાં !
જૈન પરંપરાના આ પ્રતિનિધિ-માર્ગને આજે મહાઅંતરમંથન-અંતરશોધન-અંતર નિરીક્ષણની જરૂર છે. તેનામાં નિહિત પરંતુ વર્તમાને વણગ્રસ્ત અને સુખ એવા મહાક્ષમતાભર્યા “સિંહ” ને (વીર મહાવીરના સાંકેતિક લાંછન રૂપ સિંહને) યુગની મહાનિદ્રામાંથી જગાડવાની આવશ્યકતા છે – તાતી આવશ્યકતા છે. સિંહાવલોકનની આવશ્યકતા છે.
શ્રીમદ્જી જેવા વીતરાગમાર્ગ હિતચિંતકને જેની અંતર્વેદના થઈ છે એવું આ જાગરણ-મહાજાગરણ કોણ કરાવશે?
– ‘મuપાળે મુક્તિ ફોરૂ' આત્મજ્ઞાન ત્યાં મુનિપણું અને આત્મ-સાધના કરે તે સાધુ એવા પૂજ્ય મુનિજનો? સ્વયંમાં સંનિહિત ને સુષુપ્ત મહાક્ષમતા –
શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન સ્વયંજ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ !”
(- શ્રી આત્મસિદ્ધિ ૧૧૭) - આને તેઓ પરખશે ને જગાવશે? પોતાના અંતરમાં સ્વયં જાગીને સમાજને ઢંઢોળશે અને જગાવશે?
- પરંપરાનું, સમાજનું, શાસનનું નેતૃત્વ કરનારા અને જેમનામાં વીતરાગમાર્ગના આરાધકોએ અપાર શ્રદ્ધા મૂકી છે એવાં પૂજ્ય આચાર્ય ભગવંતો? તેઓ તેમની અગાધ અંતર્-ક્ષમતાઓ અને સંભાવનાઓને હવે જગાવશે ? એકાંતિક આગ્રહો ને અભિનિવેશોથી મુક્ત થઈ, રાગ-દ્વેષથી સર્વથા રહિત થઈ, સભ્યપણે અંતર સન્મુખ આત્માભિમુખ બની વર્તમાન યુગીન આવશ્યકતાઓને પિછાણશે ? એ શુભ સંકેત છે કે કેટલાક સુવિહિત આચાર્યો અને મુનિજનો આ જ્ઞાનદિશા ભણી નિહાળી રહ્યાં છે, પરંતુ હજી “સમગ્રપણે ઘણું બધું કરવું શેષ છે. ઘણું ઘણું કરવું બાકી ઊભું છે. મંઝિલનું અંતર કાપવું હજી તો દૂર, અતિ દૂર છે.
રાણા