________________
મુદ્દાની વાત એ છે કે ગણધરવાદની ઘટના અને રચના એ કોઈ કલ્પના, કાલ્પનિક ઘટના કે વિર્ભાગજ્ઞાન નથી જ (જેનો આ આલેખમાં આગળ સંકેત કરાયો છે) એટલે ગણધરવાદ, જે પણ અભ્યાધિક સ્વરૂપમાં આજે ઉપલબ્ધ છે તેના પર પ્રશ્નચિહ્ન લગાવવાનો કે તેને નકારવાનો પ્રશ્ન જ અસ્થાને છે, અપ્રસ્તુત છે.
ગણધરવાદની તત્ત્વ-પ્રતિછાયા શ્રીમજી રચિત “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં સ્પષ્ટ પ્રતિધ્વનિત થયેલી જોવા મળે છે એ તથ્ય પણ શ્રીજીની સ્વરૂપજ્ઞાનની મહાવિદેહી બીજ-કેવળી દશા જોતાં, તેમણે પ્રભુ મહાવીર-ચરણે ૨૫૦૦ વર્ષ પૂર્વ આત્મસાત્ કરીને અંતરપ્રજ્ઞા-ચેતનામાં સંઘરી રાખીને અભિવ્યક્ત થયું હોઈને તુલનીય છે.
ગણધરવાદ-આત્મસિદ્ધિ શાસ્ત્રની તુલનાત્મક સમન્વય સંભાવનાર્થે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર અને ગણધરવાદ : સમાંતર તત્વ ભણી સંશોધનસંકેત અને શ્રીમદ્ રાજચંદ્રજીની સ્વયંની એક સુદીર્ઘ પૃષ્ઠભૂમિ – • જૈન દર્શનની સર્વોપરિતા છે
અન્ય અનેક અભિવંદનીય મહાજ્ઞાનીઓ અને સર્વજ્ઞદેષ્ટાઓ જેમ પરમ આર્ષદ્રષ્ટા જ્ઞાનાવતાર, વર્તમાન કાળના સ્વયંભૂ એવા પ્રભુ મહાવીરનાં પૂર્વ, લઘુ શિષ્ય શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાની સૂક્ષ્મ, પ્રજ્ઞામય તત્ત્વાભિનિવેશી ન્યાયબુદ્ધિથી વિશ્વના સર્વ દર્શનમાં જૈન દર્શનને સર્વોપરિ સ્વીકાર્યું અને પ્રમાયું છે. • શ્વેતાંબર આમ્નાયના શ્રી હેમચંદ્રાચાર્ય-શા આચાર્યોની અનુમોદના ૦.
જેનદર્શનમાં આ જ આર્ષ-પ્રજ્ઞાથી, દિગંબર આમ્નાયના થોડા તત્ત્વો અને કુંદકુંદાદિ આચાર્યોને પ્રમાણવા અને પ્રણમવા છતાં, તેમણે શ્વેતાંબર આમ્નાયના તત્ત્વ, પરંપરા અને મહાન આચાર્યો (હેમચંદ્રાચાર્ય-શા)ને સર્વાધિક પ્રમાણ્યાં અને પૂજ્યાં છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને, તેમના વીતરાગમાર્ગની સંનિષ્ઠાને શ્રીમદ્જીએ પોતાના વચનામૃત (ઉપદેશનોંધ)માં જે ભારોભાર અનુમોદવા અભિનંદવા અને ઉપાય ગણવાનું મહા ઉપકારક કાર્ય કર્યું છે તે અતિ ચિંતનીય અને અનુસરણીય છે. તેમાં તેમણે વિતરાગમાર્ગની મહાન જૈન પરંપરામાં જે અલના યુગોથી પ્રવેશી તેનું હૃદયની વેદનાભર્યું આકલન અને નિરુપણ કર્યું છે. તેમાં ય તેમણે વીતરાગમાર્ગથી વિભક્ત થયેલા પ્રતિમા-વિરોધી જૈન સંપ્રદાયોની સમુચિત, સંક્ષિપ્ત આલોચનાનો, વેદનાસભર અંગુલિનિર્દેશ કર્યો છે, જે તેમના “પ્રતિમાસિદ્ધિના અન્ય લેખમાં સ્પષ્ટ થાય છે.
રાજગાથા