________________
"विज्ञानधन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय वान्येवानुविनश्यति, न प्रेत्ये संज्ञास्वि ।" (- મુનિશ્રી જિનેન્દ્રવિજયજી રચિત “શ્રી કલ્પસૂત્ર પૂજા વ્યાખ્યાન” પૃ. ૧૭૦)
ગૌતમના આ અને પરવર્તી દસ અન્ય પંડિતોના મળી અગિયારેયના અગિયાર સંદેહો સંક્ષેપમાં આ હતા : (૧) આત્માનું અસ્તિત્વ (૨) કર્મ (૩) તજજીવતચ્છરીરભાવ (૪) બ્રહ્મમય જગત : પંચમહાભૂત છે? (૫) જન્માંતરઃ આ ભવનો જીવ પરભવમાં પણ યથારૂપ? (૬) આત્માની સંસારી દશા : બંધ-મોક્ષ છે ખરા? (૭) દેવ-દેવલોક છે? (૮) નરક-નારકી છે? (૯) પુણ્ય-પાપ છે? (૧૦) પરલોકપુનર્જન્મ છે? (૧૨) નિર્વાણ-મોક્ષ છે? આ સર્વ સંદેહ-નિવારણો એ સારો ગણધરવાદ.
શ્વેતાંબર જૈન પરંપરાની આ મહત્ત્વપૂર્ણ ઘટના દિગંબર જૈન પરંપરામાં વળી અન્યરૂપે જ મળે છે. તેમાં સર્વજ્ઞતા-પ્રાપ્તિ બાદ જંગલમાં (ઋજુવાલુકા નદી તટે) દેવનિર્મિત સમવસરણમાં તેમનું બિરાજવું, બધ્ધાંજલિપૂર્વક દેવોનું સમીપાસીન થવું, ૬૨ દિન સુધી પ્રભુમુખથી દિવ્યધ્વનિ-પ્રવચન પ્રકટ ન થવું, ચિંતાપૂર્ણ ઈન્દ્રને અવધિજ્ઞાન દ્વારા પ્રભુસન્મુખે ભાવિ ગણધર નહીં હોવાથી દિવ્યધ્વનિનું નહીં નીકળવું અને એ ગણધર ભવ્યાત્માની શોધાર્થે ઈન્દ્રનું ઈન્દ્રભૂતિ ગૌતમને સુયોગ્ય જાણી તેની પાસે સ્વયં વિદ્યાર્થીરૂપ ધરીને પોતાની આ સ્વગુરુ પ્રશિક્ષિત વણસમજી ગાથાના અર્થનું પૂછવું:
"पंचेव अत्थिकाया, छज्जीपणिकाया महव्यया पंच । अट्ठ य पवयणमादा, सहेओ बंध मोक्खो य ॥" (षट्खंडागम)
(પાંચ અસ્તિકાય, પડુ જીવનિકાય, પંચ મહાવ્રત, આઠ પ્રવચન માતા શું છે, કઈ કઈ છે?) આમાં જવનિકાયનું નામ સાંભળીને પોતાની દબાયેલી શંકાનું તીવ્રતાથી ઉપસી આવવું અને ઈન્દ્રભૂતિનું ઇંદ્ર (વિદ્યાથી) ને કહેવું કે, “ચાલ, તારા ગુરુની પાસે જ આ ગાથાનો અર્થ બતાવીશ” કહીને ઈન્દ્રભૂતિ + ઈન્દ્ર બંનેનું ભગવાનની પાસે જવું, ભગવાનનું ગૌતમ' નામથી સંબોધાવું અને જીવના અસ્તિત્વ સંબંધિત તેની શંકાનું નિવારણ કરવું, ઈન્દ્રભૂતિનું પોતાના વિદ્યાર્થીઓ સાથે ભગવાનનું શિષ્યત્વ સ્વીકારવું અને તેના પછી ભગવાન દ્વારા દિવ્યદેશનાનું પ્રકાશવું, દસ પંડિતોનું પણ શિષ્ય સમુદાય સહ દીક્ષિત થવું – આ સર્વ ક્રમ જોવા મળે છે. પરંતુ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવું એ અહીં પણ પ્રધાન સ્થાને છે. આમ, પ્રભુ દ્વારા આત્માના અસ્તિત્વને સિદ્ધ કર્યાની વાત બંને પરંપરા માન્ય છે. (સાર-સંદર્ભ મુનિશ્રી સુમેરમલજી લાડનૂ રચિત હિન્દી “તીર્થકર ચરિત્ર' પૃ. ૨૨૦)
૦૨
રાજગાથા