________________
• નિશ્ચય અને વ્યવહાર :
નિશ્ચયર્દષ્ટિ વ્યવહારદૃષ્ટિ બંનેનું સંતુલનભર્યું અનેકાંતિક નિરૂપણ તો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ઠેર ઠેર જોવા મળે છે : ઉદા.
પ્રથમોક્ત “વૃત્તિ અને વ્રત'ની ગાથાના અનુસંધાનમાં જ આ પછીની ગાથા, કેવળ નિશ્ચયનયને અપનાવનારા અને વ્યવહારનયને લોપનારા સામે કેવો લાલબત્તીભર્યો બોધ કરે છે :
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને સાધન રહિત થાય.” (ગાથા ૨૯) પુનઃ આ સબોધ આગળ સ્પષ્ટ થાય છે : નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. (૧૩૧) નિય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ;
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. (૧૩૨) અનેકાન્તવાદનું આવું સરળ, મનોરમ ચિત્રણ અન્યત્ર ક્યાં મળશે ? • ઉપાદાન અને નિમિત્ત ઃ ચેતન અને જડ :
જડ અને ચૈતન્યની ભિન્નતા દર્શાવી ચેતનની પ્રેરણાની મહત્તા દર્શાવતાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર નિરૂપે છે,
હોય ને ચેતનપ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. (૭૫) જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ.” (૭૬) અહીં જડ-ચેતનના વિવેક ભણી આંગળી ચીંધી છે. તે જ રીતે નિમિત્ત અને ઉપાદાન બંનેનું પણ અનેકાંતિક સમાન મહત્ત્વ અને સ્થાન બતાવાયું છે આ ગાથામાં –
‘ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત;
પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. (૧૩૬) • વાણી-વિચાર : અંતઃકરણ અને આચરણ :
મનસ્ય ચિત્ વરસ્ય અન્ય, વાર્યમ્ સત્ એવા વિપરીત મન-વાણીવ્યવહારને અંતઃકરણ-આચાર ભિન્નતાભર્યા ઉપદેશકો તથાકથિત ધાર્મિકજનોને ઢંઢોળતી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં અનેકાન્તવાદ