________________
– આ રીતે આત્મસિધ્ધિશાસ્ત્રની મહત્તા અને વિશ્વગ્રંથરૂપ વિશ્વવ્યાપકતાનું દર્શન કરાવીને મહાસાધિકા વિમલા ઠકાર, તેમના-શ્રીમદ્જીના મહાજીવનના કેટલાક અન્ય રહસ્યોનું ઉદ્દઘાટન કરે છે. ઈડરના મહારાજા દ્વારા તેમના પૂર્વજન્મોના સંબંધમાં પૂછાયાનો સંદર્ભ આપીને તેઓ શ્રીમદ્જીની આ સ્પષ્ટતા દર્શાવે છે કે, “અમે પ્રભુ મહાવીરના શિષ્ય હતા.” પછી આગળ વિમલાજી પણ શ્રી સહજાનંદઘનજીની જેમ જ દેઢકથન કરે છે કે, “શ્રીમજી અગર ન થયા હોત તો મોહનદાસ કરમચંદમાં રહેલ મહાત્મા ગાંધી બનત નહીં.” (- અંતર્યાત્રા : વિમલસરિતા સહ) શ્રીમજીની વિશ્વમાનવતા પરિચાયક પ્રસ્તુત કૃતિ
એટલે શ્રીમદ્જીના જીવનના “અપ્રમાદયોગ'ની મુક્તકંઠે અનુમોદના કરીને તેમનામાં “પળભરનો પ્રમાદ નહીં અને રસ્તીભરનું અસત્ય નહીં” એવું ગુણ-દર્શન કરીને વિમલાદીદી ઉપર્યુક્ત કથાનો દ્વારા તેમને વિશ્વમાનવ જ સિધ્ધ કરે છે – પ્રભુશ્રી લઘુરાજજી, મહાત્મા ગાંધીજી, યોગીન્દ્ર શ્રી સહજાનંદઘનજી, અંતર્દષ્ટા આચાર્યશ્રી વિનોબાજી, પ્રજ્ઞાચક્ષુ ડૉ. પંડિતશ્રી સુખલાલજી અને મહામના ડૉ. ભગવાનદાસજી આદિ અનેક નામી-અનામી વર્તમાન મનીષિઓની શૃંખલામાં.
કેટકેટલું કહીએ આ મહામનુજની આકાશવત્ ઊર્ધ્વગમનમય વિશ્વવ્યાપકતાના વિષયમાં ?. અગાધ, અગાધ, અનંત, અનંત, અનુપમેય !
અમ અલ્પજ્ઞ એવા આ પંક્તિલેખકો ઉપર આ મહામાનવ પરમગુરુનો કેટલો બધો અનુગ્રહ ઊતર્યો કે તેમણે જ અમને બંને (દંપતી)ને નિમિત્ત અને માધ્યમ બનાવ્યા ૧૯૬૯માં “મહાનિકા' પુરસ્કૃત નાટ્ય-લેખન, ૧૯૭૦માં કંપી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં સમર્પણ અને ૧૯૭૪માં શ્રી આત્મસિધ્ધિશાસ્ત્ર (લોંગ પ્લે) રેકોર્ડગાનથી માંડીને ૨૦૦૧માં “પ્રજ્ઞા સંચયન' અને સપ્તમાંથી માત્મસિધ્ધિ” ગ્રંથના અનુવાદનસંપાદન, “પંઘમાપી પુષ્યમાતા' ના ‘૩૧ીચોરે ૩પતા' તેમજ શ્રીમદ્ રવિંદ્ર નીવન સાહિત્ય આદિના પણ અનુવાદ ઉપરાંત યો.યુ.શ્રી સહજાનંદઘનજીની શ્રીમદ્ દર્શન ગુંજાવતી “પરમગુરુ પ્રવચન માળા”ની પ૭ જેટલી સી.ડી. રેકર્ડોના સુડિયો સંકલન-સંપાદનો-પ્રસ્તુતતકરણો સુધીની વિશદ શ્રીમદ્ સાહિત્ય-સંગીત યાત્રાના સતત અનવરત મુકામ સુધી !
આ સર્વ ઉપક્રમોના અંતમાં હવે આ “વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી” અને “શ્રીમદ્ જીવનદર્શન-રાજગાથા” વગેરે પણ શ્રી હિંગાનંદવન ગુરુથા અંતર્ગત અને વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી
23