________________
“કથ્યવસ્તુનું વૈજ્ઞાનિક સંભાળયુક્ત નિરુપણ, શબ્દચયનમાં ગાણિતિક લાઘવ અને શૈલીની રસપ્રવાહિતા (સઘળું) સાચે જ મુગ્ધ કરી દે તેવું છે.
“શ્રીમદ્ રાજચન્દ્ર કહે છે કે શુષ્ક, ધાર્મિક બાહ્યક્રિયાકાંડ અથવા અમુક અનુષ્ઠાનોનું ભાવાવેશપૂર્ણ પુનરુચ્ચારણ-પોપટપાઠ-કોઈ આંતરિક પરિવર્તન આણી નથી શકતા. બંધનના મૂળભૂત કારણ છે રાગ અને દ્વેષ. વસ્તુસ્થિતિના, સત્યનાં, અંતિમ સ્વરુપ-વિષયક અજ્ઞાન, એક વ્યક્તિના અસ્તિત્વ-જીવિતવ્ય-વિષયક અજ્ઞાન, વ્યક્તિના પોતાના હોવાપણા-વિષયક અજ્ઞાન ઉત્પન્ન કરે છે રાગ-દ્વેષનું અસંતુલન. પાયામાં રહેલું આ મૂળભૂત અજ્ઞાન જ સારાય દુઃખો, વેદનાઓ, યાતનાઓનો મૂળ સ્રોત છે :(ગાન) “રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ.”
(આસિ. ૧૦૦) “અજ્ઞાનનું વિલોપન છે સમજદારી (understanding) ના પ્રકાશના આગમનનું ઉદ્ગમ સ્થાન. સમજદારીનો, સજગતાનો, જાગૃતિનો પ્રકાશ સારાયે (અનાદિકાલીન) અંધકારને વિખેરી નાખે છે : (ગાન) “કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.”
(આસિ. ૧૧૪) “રાજચન્દ્રના અનુસાર સદેહ સજીવનમૂર્તિ (જીવિત વિદેહી વ્યક્તિ-વિભૂતિ)ના સાથેની ઘનિષ્ઠ નિકટતા અને એવી વ્યક્તિની જીવન જીવવાની જીવનશૈલીનો બોધ પ્રાપ્ત કરવાની શિક્ષા પામવી એ બિલકુલ આવશ્યક છે. આ ઉદ્દેશ્યને ગ્રંથો અથવા પરંપરાઓથી એકત્ર કરેલું શાબ્દિક જ્ઞાન ભાગ્યે જ પૂર્ણ કરે છે.
આ ગ્રંથરત્નનું ગહન અધ્યયન કરવાનો હું પ્રત્યેક સાધકને સુદૃઢરૂપે અનુરોધ કરું છું. શ્રી રાજચંદ્રના શબ્દ પરમ પરલોકની પ્રજ્ઞાના આંદોલનો દ્વારા વિદ્યુત-સ્પર્શિત થઈને અનુપ્રાણીત થયેલા છે – રસસિક્ત થયેલા છે. આત્મસિધ્ધિની પ્રત્યેક ગાથામાં તેઓ પ્રત્યક્ષ, સંદેહ સજીવ છે, જીવંત છે.”
(“સપ્તભાષી આત્મસિધ્ધિ” પુરોવચન : 28-08-1996)
૩૨
રાજગાથા