________________
તો “ગૂંગે કા ગુડ” સમી અનિર્વચનીય છે. આ રચનામાં પ.કૃ. દેવની તીર્થકર ભગવંતની વાણી પ્રત્યેની ભક્તિ કેવી સુંદર રીતે પદ્યબદ્ધ થઈ છે. સરળતમ શબ્દો ! અગાધ ભક્તિ !... આ જ ભાવ “અપૂર્વ અવસરમાં પણ વ્યક્ત થયો છે ને !”
જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું ધ્યાનમાં, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો...”
(અપૂર્વ અવસર) સદ્ગુરુ મહિમા, સમર્પણભાવ, રવદોષોની આલોચના અને ભક્તિયોગના પાયારૂપ મહાકાવ્ય :
આ યુગમાં તીર્થકર ભગવંતોનું સદેહે દર્શન સંભવ નથી. મોક્ષમાર્ગનો નિતાંત લોપ થયો છે. તો આવા કઠણ કાળમાં કોના માર્ગદર્શનથી મોક્ષમાર્ગ શોધવો?' આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદે સદ્ગુરુનો અનંત મહિમા વર્ણવ્યો છે -
“જે સ્વરૂપને ન સમજવાને કારણે યુગોથી જીવ આ ભવાટવિમાં ભટકતો રહ્યો છે તે સ્વરૂપને સમજાવનાર સદ્ગુરુનાં ચરણમાં મારા કોટિ કોટિ વંદન....”
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.” “ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દૃઢ નિશ્ચય થયો છે કે ભક્તિ એ સર્વોપરિ માર્ગ છે અને સત્પુરુષોના ચરણ સમીપે રહીને જ થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો માર્ગ છે.”
“મનુષ્ય ઈચ્છા-આકાંક્ષા, માન, મોહ, માયા જેવા પરભાવોથી લિપ્ત છે. પણ મુમુક્ષુ પોતાના સર્વ આંતરિક દોષોને, પોતાની નિર્બળતાને સમજી પ્રભુ ચરણે તેનો સ્વીકાર કરી શકે તો જ તેનો આંતરિક વિકાસ શક્ય છે. દોષોનો સ્વીકાર કરવો સરળ નથી. પણ જે એનો સ્વીકાર કરી શકે છે તે જેમ ઓછા વજનવાળી નૌકા પાણી ઉપર સરળતાથી તરી જઈ પાર ઉતરી શકે છે તેમ દોષોથી મુક્ત આત્મા અતિ સરળતાપૂર્વક સંસાર સાગરને તરી પેલે પાર ઉતરી શકે છે.”
પ.કૃ. દેવના “ભક્તિના વીસ દોહરા' પ્રભુ પ્રત્યેની ઉત્કટ ભક્તિનું દર્શન કરાવતી કાવ્ય રચના છે. માયાના આવરણોને દૂર કરી પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા તરસતો આત્મા પશ્ચાતાપના અગ્નિમાં તપી તપીને જ સુવર્ણ સમ શુદ્ધ બની શકે છે. આ કાવ્ય રચનામાં પશ્ચાતાપથી વ્યથિત દુઃખી આત્માનો ભક્તિસભર કરુણ પોકાર છે.
૫૦
રાજગાથા