________________
સમયમાં તેઓએ સમાજ સુધારણા, ન્યાયનીતિ, આચાર વ્યવહાર, સ્ત્રી-શિક્ષણ, દેશપ્રેમ જેવા ગંભીર વિષયો પર એક વિચક્ષણ વ્યક્તિ જ કરી શકે તેવી રચનાઓ કરી છે, તો સાથે -
“ઝળહળ જ્યોતિસ્વરૂપ તું, ભયભંજન ભગવાન' જેવી ભક્તિસભર રચનાઓ પણ કરી છે અને કેમ ન કરી શકે ? શ્રીમદ્ગી સમર્થતાની પાછળ કારણરૂપ તો છે તેઓના પૂર્વના અનેક જન્મોની સાધના ! શ્રીમદ્ અપૂર્વ મેઘાવાન હતા. જ્ઞાનના પ્રકાશપુંજ સમાન આ બાળક રાયચંદ હંમેશા તુલનાત્મક દૃષ્ટિથી દરેક તત્ત્વને સમજવા પ્રયત્ન કરતા. માતાએ પયપાન કરાવતાં કરાવતાં ભક્તિરૂપી અમૃતરસનું પણ પાન કરાવ્યું. અને દાદાએ વાર્તા-કથાઓ દ્વારા આ ખીલતા પુષ્પ સમ બાળકના હૃદયમાં ભક્તિરસનું સીંચન કર્યું. કાળની સાથે સાથે વિકસિત થતું આ વ્યક્તિત્વ એક મહાવટવૃક્ષમાં પરિણમ્યું, જેણે અનેક લોકોને - મુમુક્ષુ પ્રાણીઓને છાયા આપી, સંતપ્ત જીવોના તાપ-ઉત્તાપને શમાવવા ભક્તિરસની ધારા વહાવી. ૧૬ વર્ષની વયે પહોચતાં સુધીમાં તો તેઓએ વેદાંત, સાંખ્ય, બૌદ્ધ અને જૈન આદિ દર્શનોનો ગહન અભ્યાસ કર્યો. પોતાના ચિંતન-મનનના નીચોડને તેઓએ ગદ્ય-પદ્ય બંનેમાં શબ્દબદ્ધ કર્યો છે. આત્મ સાક્ષાત્કાર માટે કયો માર્ગ યોગ્ય છે, તે સમજવાને માટે તેઓએ ગહન ચિંતન મનન કરી જૈન ધર્મની શ્રેષ્ઠતાને આત્મસાત્ કરી. “ભક્તિ કોની કરવી?' એ પ્રશ્નના ઉત્તરમાં તેઓ લખે છે - “અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા એવા શ્રી જિનેશ્વરનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હોવાથી એ પુરુષાર્થતા આપે છે. વિકારથી વિરક્ત કરે છે. શાંતિ અને નિર્જરા આપે છે, ગુણચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે....'
આવા જિનેશ્વર ભગવંતની વાણી કેવી છે ? “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી
અનંત અનંત નવનિક્ષેપે વ્યાખ્યાની છે....' આ અનંત શક્તિમાન તીર્થકર ભગવાનનો ભવ્ય ઉપદેશ જે અમૃતમયી વાણીમાં વહ્યો હશે તે વાણીને આપણે તુચ્છ જીવો કશાયની પણ ઉપમા આપવાને સમર્થ છીએ ?
ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ
આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે.” ક્યા શબ્દોમાં આ વાણીનું વર્ણન કરી શકાય ? એ વાણીને તો જેણે જાણી તેણે જાણી છે.' એને શબ્દબદ્ધ કરવાની ચેષ્ટા જ વ્યર્થ છે. સંત કબીરે કહ્યું તેમ એ શ્રીમદ્ રાજચંદ્રજીની પધરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય
૫૧