________________
જ્ઞાનદશા પામ્યો નહિ, સાધન દશા ન કાંઈ
પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી.” હિમાદ્રિથી કન્યાકુમારી અને બંગાળથી સૌરાષ્ટ્ર સુધી વિસ્તરિત આ ભારત ભૂમિમાં અનેક ધર્મ, પંથ અને મત પરાપૂર્વથી ચાલ્યા આવ્યા છે. એમાં ભોળા જીવોને ભોળવનાર વેશધારી ધર્માત્માઓ પણ પોતાનું મહત્ત્વ વધારવા અનેક તંત્ર-મંત્ર ઈત્યાદિ દ્વારા ભક્તજનોને આકર્ષવા પ્રયત્ન કરે છે. વળી જે દેવો રાગ-દ્વેષયુક્ત અર્થાત્ સ્ત્રી સહિત અને હાથમાં અસ્ત્રશસ્ત્રધારી હોય અર્થાત્ તે મોક્ષની પ્રાપ્તિ માટે આપવાને ક્યાંથી સહાયક બની શકે? મોક્ષપ્રાપ્તિ માટે તો માત્ર એક જ માર્ગ છે જે કલ્પવૃક્ષની જેમ મનવાંછિત બધું આપવાને સક્ષમ છે :
શુભ શીતળતામય છાંય રહી મનવાંછિત જ્યાં ફળ પંક્તિ કહી જિનભક્તિ ગ્રહો તરુ કલા અહો !
| ભજીને ભગવંત ભવંત લહો...' આ જિનભક્તિનો માર્ગ એવો છે કે જે માર્ગે ચાલતાં મુમુક્ષુ જીવની દૃષ્ટિ નિજ આત્મા ભણી વળે છે, મનનાં તાપ-ઉત્તાપ નષ્ટ થાય છે અને જીવનાં પરિણામ સમભાવી થાય છે. જિનેશ્વરદેવના અનંત પુરુષાર્થનું સ્મરણ કરતાં મુમુક્ષુને પોતાને એ પુરુષાર્થને માર્ગે ચાલવાની પ્રેરણા મળે છે, જેથી હીન કર્મોનો ક્ષય થતાં અધોગતિમાંનું ભ્રમણ રોકાય છે. નવકારપદમાંના અરિહંત-સિદ્ધ પ્રભુનું સ્મરણ મનુષ્યને રાગદ્વેષમાંથી ઉગારનારું છે, અનંત પ્રપંચોમાંથી મુક્તિ અપાવનારું છે. માટે હે મુમુક્ષુ જીવો ! જિનભક્તિનું શરણ ગ્રહણ કરી ભવાટવિમાંનું ભ્રમણ ટાળો :
કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો નિજ તત્વ સ્વરૂપ યથા
નપચંદ્ર પ્રપંચ અનંત દહો.... ભજીને ભગવંત લહો...” ભક્તિયોગની, ભક્તિમાર્ગની ભૂમિકામાં જિનભક્તિનું સર્વોપરિપણું અને સામર્થ્ય શ્રીમદે આવી અનેક પદ્યરચનાઓ દ્વારા સિદ્ધ કર્યું છે, જેનું સંભવ તેટલું અવલોકનઅવગાહન કરીએ.
જે વયે સામાન્ય બાળક કે કિશોર ખેલકૂદ અને વિદ્યાલયમાં વિદ્યા પ્રાપ્તિ પાછળ પોતાનો સમય વ્યતીત કરતો હોય એવી વયે બાળક રાયચંદ ગંભીર વિષયો પર કાવ્યરચના કરતા. ૭મા વર્ષે થયેલ જાતિસ્મરણજ્ઞાન પછી સ્કુરિત તેમની કાવ્ય પ્રતિભા ઉત્તરોત્તર વિકસિત થતી ગઈ. ૯મે વર્ષે તો તેઓએ રચવા માંડેલી રામાયણ-મહાભારત ઈ.પરની કાવ્યરચનાઓનો પણ ઉલ્લેખ મળે છે. ૧૩ થી ૧૭ વર્ષની ઉમર સુધીના
૫૦
રાજગાથા