________________
અહીં “જેમ અસિ ને મ્યાન' ને સ્થાને પ્રગટ લક્ષણે જાણ’ એ પદ મૂક્યું અને “પ્રગટ લક્ષણ’ એનાં બે બતાવ્યાં કે, આત્મા નિજાનંદી, શુદ્ધ સ્વરૂપ, જ્ઞાનમય છે અને દેહ જડ ને ચેતનરહિત છે. | “છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ,
મૂળ મારગ સાંભળો જિનનો રે.
“હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી-પુત્રાદિ કોઈ પણ મારા નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.”
– શ્રીમદ્ રાજચંદ્રજી શ્રીમદ્ હું એક અતિ વિરલ વ્યક્તિ માનું છું અને તેમણે જે એક વસ્તુ કહી છે એમાં હું પણ દઢપણે માનું છું કે સદ્ગુરુના સમાગમ વિના આવું જ્ઞાન થવું અત્યંત દુષ્કર છે. પણ એ સાથે એમણે એ પણ કહ્યું છે કે સાચા સદગુરુ મળવા એ એથી પણ વધારે વિકટ છે. અને જે સદ્ગુરુ નથી એવો માણસ પોતાની જાતને “સદ્ગુરુ” કહેવડાવે અને જે “અસગુરુ” છે તેને “સદ્ગુરુ” માનીને જે એની સેવાભક્તિ કરે, એ બંને જણા “બૂડે ભવજળમાંહિ ? આ ભવજળમાં બેય ડૂબી જવાના છે – એવું શ્રીમદ્ સ્પષ્ટપણે કહ્યું છે. એટલે કે સદ્ગુરુ મળવા મુશ્કેલ છે. જે સદ્ગુરુ ન હોય એ પોતાની જાતને “સરુ” કહેવડાવે અને એને જાણવાવાળો ન ઓળખે અને અસદ્ગુરુને “સદ્ગુરુને પદે” સ્થાપે તો બંને જણાં બૂડે. એટલે માણસના જીવનમાં સદ્ગુરુની શોધ સતત ચાલુ રહેવી જોઈએ અને એનું પરમ સદ્ભાગ્ય હોય તો જ એ મળે.
ગાંધીજીએ એમ કહ્યું છે કે “ત્રણ મહાપુરુષોની મારા ઉપર છાપ રહી છે – ટૉલસ્ટોય, રસ્કિન અને શ્રીમદ્ રાજચંદ્ર. પણ કોઈને ય મે હજી મારા ગુરુ માન્યા નથી કે ગુરુપદે સ્થાપ્યા નથી.” શ્રીમદ્ રાજચંદ્રનો તો એમને થોડો પ્રત્યક્ષ પરિચય હતો, એ છતાં ય આટલી ઉચ્ચ કોટિના શ્રીમ પણ એમણે ગુરુપદે સ્થાપ્યા નથી એમ ગાંધીજીએ કહ્યું.
એટલે શ્રીમદ્ બીજું કહ્યું છે કે જ્યાં આવો સદ્ગુરુનો યોગ ન હોય ત્યાં સદ્વાંચન એ બીજું પગથિયું છે. અને સદ્વાંચન કરવું એ પોતાના હાથની વાત છે. એનું શ્રીમન્નાં ભક્તિ-પદો :
પ૭