________________
ચિંતન કરવું, મનન કરવું, નિદિધ્યાસન કરવું, અવગાદ્ધ કરવું એ માણસની શક્તિ પ્રમાણે છે.
શ્રીમાં જે ભક્તિ ભરપૂર પદો છે તેમાં એમણે પોતાનો બધોય આત્મા રેડ્યો છે. શંકરાચાર્ય વિષે એમ કહેવાય છે કે એમણે બ્રહ્મસૂત્રો લખ્યાં ને ઘણું પાંડિત્ય ને વિદ્વતા એમાં બતાવ્યાં. પણ શંકરાચાર્યનો આત્મા પ્રગટ થયો હોય તો “ભજગોવિન્દ માં કે “વિવેકચૂડામણિ” માં કે જ્યાં એમણે પોતાનું સર્વસ્વ રેડી દીધું! એમ શ્રીમા લખાણોની અંદર આત્માર્થ ભરપૂર ભર્યો છે, પણ એમનાં ભક્તિ કાવ્યોની અંદર એમનું બધું જ અંતર એમણે ઠાલવ્યું છે ! એ ભક્તિકાવ્યો સરળ છે. સામાન્ય માણસ પણ સમજીને એનાથી પ્રભાવિત થાય, કારણકે જ્ઞાન છે એ બુદ્ધિના માધ્યમથી અંતર સુધી પહોંચે છે અને માધ્યમ' આડું આવે છે, જ્યારે ભક્તિ છે એ સીધી હૃદયને પહોંચે છે, તેમાં કોઈ માધ્યમ આડું આવતું નથી.
ભાઈ પ્રતાપ ટોલિયાએ શ્રીમદ્દ ભક્તિકાવ્યોને સુલભ અને સંગીતમાં આપણી સમક્ષ આપ્યાં છે એ એમણે એક મોટું ઉપકારનું કામ કર્યું છે અને એને માટે આપણી સહુની વતી હું એમને ધન્યવાદ આપું છું. સદ્વાંચનનો યોગ ન હોય ત્યારે આવાં ભક્તિ-કાવ્યોનું શ્રવણ થાય તો પણ એમાંથી એક તેજરેખા ઊપજે છે અને આપણાં બાળકો ઘરમાં ફિલ્મી ગીતો સાંભળતા હોય ત્યારે એને આવું કાંઈક સાંભળવાનું મળે તો એમનું પણ સદ્ભાગ્ય લેખાવું જોઈએ.
શ્રીમદ્ભાં પદો “બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો” અથવા “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું?”, “રે આત્મ તારો, આત્મ તારો, શીધ્ર એને ઓળખો” અને “હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું ?” વગેરેમાં “હે પ્રભુ! હે પ્રભુ !” જ્યારે એમણે ગાયું ત્યારે અંતે કહ્યું કે :
અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું ય.”
એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું ય.” શ્રીમની કોટિની વ્યક્તિ અહીં જ્યારે એમ કહે કે,
“આ જગતમાં અધમમાં અધમ હું છું અને પતિતમાં પતિત હું છું.” ત્યારે તે એટલા માટે કહ્યું છે કે “માણસમાં જ્યાં સુધી અત્યંત નમ્રતા ન આવે અને બધો જ અહંકાર ગળી ન જાય અને હું અધમમાં અધમ છું, પતિતમાં પતિત છું, એવો અંતરમાં વિચાર ન ઊગે ત્યાં સુધી આત્મવિચાર થવાનો નથી.” ૫૮
રાજગાથા