________________
જડ ને ચેતન્ય જડ ને ચેતવ્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ફોચ પણ નિજ – દ્રવ્યમાંચ છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચેતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
- શ્રીમદ્ રાજચંદ્રજી
૪૮
રાજગાથા