________________
પરમકૃપાળુ દેવે કરી અને આત્મ-સમાધિદશા પ્રાપ્ત કરી હતી. અહંગૃહ અથવા ભક્તિપ્રધાન ઉભય નિરાલંબન સાલંબન ધ્યાનના પ્રકારો પૈકી પોતાની યોગ્યતા પ્રમાણે એક મંત્રનું નિષ્ઠાપૂર્વક આરાધના કરવાથી આત્મશુદ્ધિ અને સિદ્ધિ અવશ્યભાવી છે.”
(- “શ્રી સહજાનંદઘન-પત્રાવલી” પૃ. ૧૧૩) આ રીતે નવકાર, સિદ્ધચક્ર, પરમેષ્ઠિ, ૐ નમ, સહજાભ સ્વરૂપ પરમગુરુ ઈ.ના પદસ્થ ધ્યાને કે નાદાનુસંધાન-સ્વાસાનુસંધાન ધ્યાન કે લોગસ્સ' મહાસૂત્રના અંતિમ ચરણ પદો ‘વંદે, નિમ્પત્ની સારવાર પીરા' જેવા ચંદ્રવત્ શીતલ પ્રશાંત અને સાગરવતુ ગંભીર એવા સિદ્ધોના અને સ્વ-સ્વરૂપના પદસ્થ-પિંડસ્થ-રૂપસ્થ થઈને રૂપાતીત નિરાકાર ધ્યાનમાં કેન્દ્રસ્થાને વિલસી રહ્યો છે આત્મા-શુદ્ધાત્મા. તે જ રીતે યુગોપકારકયુગપ્રધાન આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીના “મહાપ્રાણધ્યાનમાં, કુંદકુંદાચાર્યના સમયસાર ચિંતનમાં, મહાયોગી આનંદઘનજીના અનાહત-ગાનમાં, કે યોગશાસ્ત્ર, યોગશતક, પદૃષ્ટિસમુચ્ચય, યોગપ્રદીપ, જ્ઞાનાર્ણવ, ધ્યાનસૂત્ર, આત્મસિદ્ધિ અને અન્ય શ્રીમદો તેમજ જિનવાણી નિગ્રંથપ્રવચનનાં આગમસૂત્રો, આદિ આદિ સર્વેમાં જો કોઈ કેન્દ્રવર્તી પ્રબળ પ્રધાન ઘોષ-મહાઘોષ સર્વત્ર ગુંજતો-પ્રગટતો-પ્રતિધ્વનિત થતો હોય તો તે છે સર્વજ્ઞદષ્ટ, સર્વજ્ઞદર્શિત-કથિત આત્મા, શુદ્ધાત્મા, વિશુદ્ધાત્મા, પ્રબુદ્ધાત્મા, સિદ્ધાત્મા... !
એ શુદ્ધાત્માના અને શુદ્ધાત્માના લક્ષ્ય થતાં અવલોકનાદિ-પરિદર્શનાદિ સર્વ ધ્યાનો સફળ છે. સાર્થક છે, ઉપાદેય છે, એ વિહીન અન્ય સર્વ નિષ્ફળ અને નિરર્થક શ્રીમદ્ આવા પરમ વિશુદ્ધાત્માના મહાધ્યાની હતા. આવા શુદ્ધાત્માનું લક્ષ્ય કરીને, એ શુદ્ધાત્મસ્વરૂપના ધ્યાનમાંથી “અનાહત'માંથી આહતરૂપે-આહત મહાગાનરૂપે તેમના શ્રીમુખેથી પ્રગટેલી, અંતરની દિવ્ય ચેતનામાંથી સંસરેલી, નિર્વાણગિરા પરાવાણી “આત્મસિદ્ધિ અને અન્ય સર્વ મહાકૃતિઓ આનાં પ્રગટ પ્રત્યક્ષ ઉદાહરણો છે. જેમનાં પદ્ય અને ગદ્યનાં અમૃતવચનોના એક એક અક્ષર જાણે પદસ્થ-પિંડ-રૂપસ્વ-રૂપાતીત અને તેથીય પારના અગમપ્રદેશોમાંથી, નિરંજનદેવના નિર્વિકલ્પ ધ્યાનમાંથી, એ ધ્યાનના-અનાહતના લોકમાંથી આહત શબ્દરૂપે પ્રતિધ્વનિત-પરાવર્તિત થઈ અવતરેલાનીતરેલા છે અને અનેક ભવ્યાત્માઓનો ઉપકાર કરતા, અનેકોના આત્મધ્યાન સિદ્ધ
૪૬
રાજગાથા