________________
સદા-સર્વત્ર-સતત અપ્રમત્ત આત્મધ્યાનમાં જ, આ પરમપુરુષ વિચર્યા છે – પ્રભુ મહાવીરના પ્રેરક વચન “સમર્થ રોય! મા પમાયણ' અનુસાર પંચ પ્રમાદવિહીન જાગૃત-અંજાગરુક ઉપયોગ દશાનું અને શ્રી જે. કૃષ્ણમૂર્તિ – કથિત “Choiceless Awareness'નું તેમજ સંત કબીરનું “સદન સમાધિ મની'નું સર્વોચ્ચ દષ્ટાંત પૂરું પાડતા ! એમને, એમના જ્ઞાતા-દેષ્ટા અંતર્મનને, એ “એકાંતો અને લોકાંતો' બંનેય જાણે સરખા !! સર્વત્ર જ સહજસમાધિ !!!
આ આત્મદેષ્ટા સપુરુષ સજીવનમૂર્તિની આવી ઉત્તરોત્તર વિકસતી આ જીવનની ૭ થી ૩૩ વર્ષ સુધીની બાહ્યાંતર યાત્રામાં “અપૂર્વ અવસર', “અમૂલ્ય તત્ત્વવિચાર'માંના હું કોણ છું?” “થમ નિયમ સંયમ”, “સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે, ધન્ય રે આ દિવસ', પદ્યવચનામૃતો-હાથનોંધો અને આત્મધ્યાનની અમૃતાવસ્થાની પરાવાણી પ્રગટ કરતા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રીરૂપ વર્તમાન વિશ્વના સર્વોચ્ચ શૈલ-સાહિત્યની અમર સર્જના કરતાં કરતાં, અનેક સોપાનશ્રેણીઓ ચઢતાં ક્યા શૈલશિખરે પહોંચ્યા છે તેની આપણ અજ્ઞજીવોને કલ્પના સરખી આવી શકે તેમ છે? તેમના માટે તો એ કલ્પના નહીં, ‘વિભંગ' નહીં, અંતર-નયનથી નીરખાયેલા અને આત્મધ્યાન શ્રેણીથી આરોહણ કરાયેલા સિદ્ધશેલશિખરના અનુભૂતિદ્વારનું દર્શન હતું! એ શ્રેણીમાં પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીતથી પણ પાર પહોંચતા, જિનેશના ધ્યાન દ્વારા નિજપદને જિનપદ ભણી લઈ જતા, “રસદેવ નિરંજન'ના “અમરપિયાલા” મતવાલા બની પીને અધ્યાત્મવાસા'ને નિહાળતા, યુગોયુગ જીવાડનારા-અમર બનાવનારા આત્મયોગને સાધતા આ ધ્યાનાત્માએ આત્મધ્યાનની શી શી દિવ્યાનુભૂતિઓ કરી હશે તે માપવાનું આપણું સીમિતજનોનું ગજું નહીં! તેમ કરતાં આપણી ગજા વગરની અવસ્થા ભણીઅનાદિ સુપ્તાવસ્થા ભણી આપણે આંગળી ચીંધવી પડે !! પરંતુ તેમ છતાંય, તેમનાં જ પરમ સમર્થ વચનો આપણને સાદ કરી જગાડે છે, ઢંઢોળે છે, આશા આપે છે અને એમના જેવો જ એ પરમ, અપૂર્વ પુરુષાર્થ કરવા પ્રેરે છે :
“હે જીવ ! પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા.... !”
સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે થે થાય.” તેમની જીવનયાત્રાને પદે પદે વેરાયેલાં આ પાવનપુષ્પો સમા તેમનાં આવાં પારાવાર અમૃતવચનો, જે તેમની અવ્યક્ત જ્ઞાન-ધ્યાન દશામાંથી પરાવાણીરૂપે પ્રફુટિત થયેલા અલ્પાંશમાત્ર ને સૂત્રાત્મક છતાં આપણા આત્મસ્વરૂપને જગવવા, સાધવા અને ધ્યાવવા માટે મહાસમર્થ છે. આપણા માટે તો એ ઘણા ઘણા ! એને શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન