________________
xxx જૈનોએ એમને પડતા મૂક્યા, એમની અવહેલના કરી. પરંતુ એ એકેયની એમના પર અસર ન થઈ. એ તો નમ્ર અને અપ્રસિદ્ધ રહીને ફરતા રહ્યા. xxxxx મહાવીર પછી હું નથી માનતી કે સમસ્ત જૈન સમાજમાં આવી અસામાન્ય બીજી વ્યક્તિ થઈ હોય. પૂર્વના બધા તીર્થકરો માટે મને પૂજ્યભાવ છે, પરંતુ મને લાગે છે કે મહાવીર પછી બીજા મહાવીર શ્રીમદ્ રાજચંદ્ર પોતે હતા. અતિશયોક્તિ ન થાય એનું ધ્યાન રાખીને હું આ કહું છું. xxxx એક ક્ષણ પણ નકામી ગુમાવતા નહીં. રતિભાર અસત્ય નહીં. ક્ષણવાર પણ પ્રમાદ નહીં, નિષ્ક્રિયતા કે જડતા નહીં, હંમેશા સાવધ રહેતા. જાગ્રત અવધાનયુક્ત સમ્યકતા જાળવતા. સમય અને શક્તિનો કાળજીપૂર્વક ઘનિષ્ઠ ઉપયોગ કરતા. એથી જ્યારે તેઓ મૌનમાં બેસતા ત્યારે એમનામાં પૂરી શક્તિ રહેતી. xxxx દૂરની ટેકરીઓમાં અને પહાડોમાં જઈને રહેતા જ્યાં કોઈ એમને મળવા ન આવે. xxx ત્યારે અનામી, અગાધ, અમાપ એવા મનમાં તેમના દિવસોના દિવસો નીકળી જતા. એમાં તે સમયના બંધનથી પર થઈ જતા. મનુષ્યચેતના અને દિવ્ય ચેતનાને જોડનાર સેતુ ફક્ત મીન છે. આમ એમનું સમગ્ર અસ્તિત્વ, એમનો સમગ્ર આધાર મૌનશાંતિથી સભર બની ગયા.” (-અંતર્મોન-ધ્યાનપંથના પથિક સુશ્રી વિમલા ઠકાર : “અપમાદયોગ” પૃ. ૪૩, ૩૦, ૩૯)
મૌન શાંતિથી, સહજસમાધિથી, શુદ્ધાત્મધ્યાનની રમણતાથી સભર બનેલા શ્રીમદ્જી “ધરી મીનતા એમ કહી, સમજસમાધિમાંયનો અનુભવ કરતા, ધ્યાનમાર્ગના (સયુરુષના વિનયોપાસક આત્મા વિષે) મર્મ, રહસ્ય અને મહત્તા પૂર્વોક્ત ૬રમાં પત્રાંકમાં દર્શાવી, પરોક્ષપણે પોતાની અંતર્દશાની કથા પણ જાણે કહેતા જણાય છે :
“મોક્ષમાર્ગનની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાંકને સત્સંગ આદિ અનેક સાધનોથી થઈ શકે છે. પણ તેવા પુરુષો-નિર્ણય મતના-લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સપુરુષો ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે.xxxxx”
આ છેલ્લાં શબ્દો શ્રીમદ્જીની સ્વયંની જ “ગૌણત્કૃષ્ટ જ્ઞાન”વાળી, રૂપાતીત ધ્યાનની શુદ્ધાત્મઅંતર્દશાનું જ સૂચન નથી કરતા?
શ્રીમજીની આવી અંતર્દશાનો પાર પામનારા અને તેમના અંતરજીવનના ઊંડા સાગરતળે ડૂબકીઓ મારી મૂલ્યવાન મોતીઓ વણનારા આ કાળના અન્ય ધન્યાત્મા ૪૦
રાજગાથા