________________
સ્વતંત્રરૂપે પણ સાનંદ પ્રસ્તુત થઈ રહેલ છે. આ વિશ્વમાનવની સત્ સ્વરૂપ રમણતા દ્વારા અમારી પણ કિંચિત્ સ્વરૂપ રમણતા જગાડવામાં આ પરમપુરુષોનો જ કેટલો બધો ઉપકાર !
પ્રસ્તુત “વિશ્વમાનવ” કૃતિમાં શ્રીમદ્ભુ-જીવન સમર્પિત પૂર્વોક્ત યો.યુ.શ્રી સહજાનંદઘનજીએ શ્રીમદ્જીના અનેક મહત્ત્વપૂર્ણ જીવન રહસ્યોને ખોલ્યાં છે, ઉદ્ઘાટિત કર્યાં છે — સ્વયંની અનુભૂતિ દ્વારા, સ્વયં જ જીવી જઈને ! પ્રસ્તુત થાય છે અહીં એમના પ્રાસાદ-ઓજ-માધુર્યપૂર્ણ, ઢંઢોળી-જગાડી દેતા પરાશબ્દોમાં આ મહામાનવને વિશ્વવ્યાપક, “વિશ્વ માનવ” સિધ્ધ કરતો મહાઘોષ, કે જે ચિરકાળને માટે અમર કરી દે છે શ્રીમદ્ભુને.
શ્રી સહજાનંદજીના શ્રીમદ્ભુ-વિષયક આ પ્રાણવાન શબ્દ-મહાઘોષને સુણતાં પહેલાં તેમના દ્વારા પ્રભાવિત અને શ્રીમદ્ભુ-પ્રતિ શ્રધ્ધાન્વિત એવા એક અન્ય વર્તમાન આત્મસાધક મુનિશ્રી ચંદ્રપ્રભના આ શબ્દોથી સમાપન કરીને શ્રધ્ધાંજલિ-અભિવંદના કરીશું વિશ્વમાનવ શ્રીમદ્ભુની કે જેઓ ૩૩ વર્ષની જ દેહાયુમાં અપાર વિરાટ યુગકાર્ય કરીને ચાલ્યા ગયા – મહાવિદેહની મહાસૃષ્ટિમાં.
“ોમ્ ? (હું કોણ છું ?) મહાવીરનો આ જે પ્રશ્ન છે, તે કદાચ તેમની પરંપરાના કોઈપણ જૈને પોતાને નહીં પૂછ્યો હોય... અગર કોઈએ આ પ્રશ્ન કર્યો, તો નિશ્ચિતપણે તે અધ્યાત્મ-પુરુષ બન્યો, અધ્યાત્મનું અમૃત તેણે પ્રાપ્ત કર્યું... મહાવીરની ધ્યાનપદ્ધતિથી પસાર થનાર એક માનવ થયો, ભાઈશ્રી રાજચન્દ્ર... આ પ્રશ્નને એણે ભારે ખૂબી અને અનન્યતાથી જીવી બતાવ્યો. માત્ર તેત્રીસ વર્ષની ઉંમરે આ મહાત્મા ચાલી નીકળ્યા, પરંતુ જતાં પહેલાં જીવન અને જગતનો જવાબ લઈ ગયા.” (“મારગ સાંઘા મિલ ગયા) આ મહામાનવ પ્રત્યેની શ્રી સહજાનંદઘનની આ શ્લોક-વંદના પછી સ્વયં સહજાનંદઘનજીને જ આપણે સી.ડી.માં સાંભળીશું "अनन्य आत्मशरणप्रदा सद्गुरु राज विदेह । पराभक्तिवश चरण में, धरं आत्मबलि एह ।"
(અનુસંધાન : ‘વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી'' ♦ શ્રાવ્ય હિન્દી સી.ડી.
:
+ VISHWAMANAV SHRIMAD RAJCHANDRAJI FOR YOUNGSTERS અંગ્રેજી પુસ્તિકા)
*
૩૪
“વિશ્વમાનવ શ્રીમદ્ રાજચંદ્રજી’
:-*
રાજગાથા