________________
અને આ પછી કરાવ્યું તેને આ દિવ્યદર્શન, પોતાના જ અંતર્નિહિત આત્મ વિશ્વનું વિરાટ દર્શન :
“શુધ્ધ બુધ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કરીએ કેટલું, કર વિચાર તો પામ !"
(આત્મસિધ્ધિશાસ્ત્ર-૧૧૭) “તું દેહાદિ સ્વરૂપ નથી, મર્ત્ય નથી, અમર-અમર્ત્ય-અમૃતરૂપ છો, આત્મ સ્વરૂપ છો, દેહમાં રહેવા છતાં પણ દેહભિન્ન આત્મા છો !'
આ પ્રકારે પ્રત્યેક મનુષ્યનું દૃઢ ઉત્થાન કરાવીને તેને ‘અધમાધમ પતિત’ સ્થાનથી ઉપર ઉઠાવી – ઊંચે ચઢાવીને, તેને પોતાના આ વિરાટ વિશાળ સ્વયંજ્યોતિર્મય અંતઃસ્વરૂપનું દર્શન કરાવ્યું. અનેક જીવતાં દૃષ્ટાંતો પડ્યા છે આ મહાકાર્યના. આવું મહાભગીરથ કાર્ય, આ કળિયુગમાં, આ હુંડા અવસર્પિણિ કાળમાં, આ વિશ્વમાનવ સિવાય, એક અદ્વિતીય વિશ્વમાનવ સિવાય, વર્તમાનના આ અદ્વિતીય, અભૂતપૂર્વ મહામાનવ સિવાય, બીજું કોણ કરાવી શકે છે ?
અતઃ આ નિરાળી વ્યક્તિ વર્તમાનના વિશ્વમાનવ જ નહીં ? તેમની આ વિશ્વમાનવતાની સ્વીકૃતિ આપીને વર્તમાનકાળની જ મહાવિદુષી આત્મસાધિકા સુશ્રી વિમલા ઠકારે, તેમના ઉપર્યુક્ત આત્મજ્ઞાનની અમરકૃતિ શ્રી આત્મસિધ્ધિશાસ્ત્રને વિશ્વકૃતિ-વિશ્વધર્મ કૃતિ સિધ્ધ કરી દીધી. આ કૃતિના વ્યાપક આંતરરાષ્ટ્રીય સંસ્કરણ ‘સપ્તભાષી આત્મસિધ્ધિ'ના પુરોવચનમાં તેમણે લખ્યું :
"In that poetic treatise having a format of a dialogue between an emancipated master and an enquiring student, is contained the essence of Indian Spirituality. It transends the frontier of both Jainism and Hinduism. It has a global content.
"The scientific handling of the theme, the mathematical precision in the choice of words and the Lucidity of style are simply enchanting.
“એક આત્માનુભવ સંપન્ન સદ્ગુરુ અને એક જિજ્ઞાસુ શિષ્ય વચ્ચેના સંવાદના સ્વરૂપની એ કાવ્યાત્મક કૃતિમાં સંગ્રહીત છે – ભારતીય અધ્યાત્મનો સારસર્વસ્વ પૂર્ણ નિષ્કર્ષ. જૈનધર્મ અને હિન્દુ ધર્મ બંનેની સીમાઓની પેલે પાર એ પહોંચે છે. તેમાં વૈશ્વિક દર્શન-સામગ્રી સંનિહિત છે.
વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી
૩૧