________________
મહાપરિગ્રહ સંગ્રહના ભંડાર ને ભીતડાં, તેની પેલે પાર રહેલ, છુપાયેલ પોતાના જ આત્માના, મહાસમર્થ આત્માના અનંત સુખનાં દર્શન શી રીતે કરાવી શકે? પોતાના જ ભૌતિક સુખોની દોડ, બીજી બાજુના દીન-હીન-અભાવગ્રસ્તો-દરિદ્રજનો સાથે સમતા-સમાનતા - “સર્વાત્મમાં સમદષ્ટિ'ની ભાવના આવી “સર્વાત્મમાં સમદષ્ટિ – આ સત્પરુષે ચીંધેલી સહુ આત્માઓમાં સમાનતા જોવાની અંતરની આંખની નજર – શી રીતે જગાવી શકે – જન્માવી શકે – અપાવી શકે?
આ વિશ્વમાનવે આ વિશ્વ-સમસ્યાઓનું ગહન ચિંતન કરીને શાંતિ-અંતર્ધાતિશાશ્વત શાંતિ માટેનો ઉપર્યુક્ત ઉપાય દર્શાવીને એક આર્ષદર્શન આપ્યું.
આત્માની ઓળખના આ ઉપાયના અભિક્રમમાં એણે પ્રથમ તો આસપાસના જ જનો, પ્રશ્નો અને કારણોને શોધ્યાં, અભિવ્યક્ત કર્યા અને દર્શાવ્યાં પોતાના જીવનની બાલ્યાવસ્થાથી જ. એની આરંભની જ કાવ્ય-ભાવનાઓ, કાવ્ય-રચનાઓમાં આ બધું ઝળકે છે. સામાજિક કુરીતિઓમાંથી છુટકારો, બુરી આદતોમાંથી મુક્તિ, કુટુંબોધ્ધાર, સમાજોધ્ધાર, શિક્ષણઉધ્ધાર, રાષ્ટ્રધ્ધાર, વિશ્લોધ્ધાર, નારી ઉધ્ધાર અને માતૃશક્તિનું જાગરણ વગેરે વગેરે કેવા કેવા અને કેટકેટલા જનહિતકારી વિષયો એણે પોતાનાં કિશોરકાળમાં રચેલાં કાવ્યોમાં ભર્યા છે ! કન્યાને આપેલી મર્યાદાની હિતશિક્ષા પોતાને સાસરે જતી કન્યાને શિખામણ’ વિષયક રચનામાં દેખાય છે, તો માતાને જ્ઞાન-પ્રદાન અને દેશોધ્ધારની ભાવના આ કિશોર કાવ્યમાં :
“કહે નેપોલિયન દેશને કરવા આબાદાન, સરસ રીત તો એ જ છે, દો માતાને જ્ઞાન.”
પછી દુર્બળ, દુઃખી, પતિત, અહંકાર-ગ્રસિત અને મદોન્મત્ત એવી પ્રત્યેક વ્યક્તિને પોતાનું દર્પણ દર્શાવીને, પોતાની જ જાત-આલોચના કરાવીને પ્રથમ આ વાસ્તવ-દર્શન અને એહસાસ-એકરાર-સ્વીકાર તેઓ કરાવે છે કે :(ગાન : ભક્તિ દોહરા)
અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું ય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ય ?”
અને ફરી વળી તેને – માણસને – આ હીનભાવના – હીનતાથી છુટકારો અપાવવા, અહંકાર છોડાવવા, તેઓ આ રીતે પ્રભુભક્તિમાં જોડે છે અને એ વિરાટ વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી