________________
વિમલાતાઈએ એ શિબિરાંતે એક ઈચ્છાનુરોધ કર્યો, “પ્રતાપભાઈ ! તમે ઈડર અવારનવાર જાઓ છો. મને પણ ત્યાં લઈ જાઓ.”
તુરત પરમગુરુ-કૃપાનો અદીઠ અનુભવ જેમાં થવાનો હશે તેવો એ યાત્રા-પ્રબંધ થઈ ગયો ને ત્યાં ઈડરમાં વળી એક સાંકેતિક ઘટના ઘટી. અણધાર્યા જ ત્યાં શ્રીમદ્જીસમર્પિત, વર્તમાન વીતરાગમાર્ગ પ્રભાવક અને વિનમ્રતાના અવતાર એવા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હેપી કર્ણાટકના સંસ્થાપક ભદ્રમુનિ-યોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજી અને આત્મજ્ઞા જગત્ માતા ધનદેવીજી શ્રીમદ્ શતાબ્દી નિમિત્તે આવી ચડ્યાં ! વિમલાતાઈ, અમે સૌ આનંદોલ્લાસિત થઈ ગયા. સિતાર પર ભક્તિધ્યાન સંગીતની રમઝટ જામી, વિમલાજીની મંજુલ વિમલવાણી પ્રગટી અને તેમના સદાગ્રહથી સહજાનંદઘનજીની શ્રીમદ્ વાણીની જાણે સરવાણીઓ પ્રવચનમાં ફૂટી નિકળી ! આમાંથી જાણે અમારા અનેક સર્જનોના અને ગુજરાત છોડી, ઈડરનો ધ્યાનસંદેશ લઈને દૂર કર્ણાટકના રંપી શ્રીમદાશ્રમે જઈ અનેકવિધ મંડાણોના બીજ નખાવાના હતા ! એ મંડાણોમાં ઉપર્યુક્ત સાહિત્ય-સંગીત સર્જનો, હેપીના રત્નકૂટ પહાડ પર ધ્યાનમય જિનાલય અને શ્રીમદ્શિક્ષાના વિશ્વવિદ્યાલયના આયોજનો, વિશ્વભરમાં વીતરાગવાણી અનુગંજિત કરવાના અનેક વિશ્વપ્રવાસો અને વર્ધમાન
ભારતી-જિનભારતીના શતાધિક રેકર્ડ-નિર્માણો, પરમગુરુ આજ્ઞા અને અનુગ્રહ સહ નિર્માયેલા હતા !
ગુરુપ દિ વર્ત' ને સિધ્ધ કરતા, પરમકૃપાળુદેવ શ્રીમજી દ્વારા પ્રેરિત શ્રી સહજાનંદઘનજી અને વિમલાજી-ધનદેવીજીના આદેશો અને આશીર્વાદો આ અલ્પાત્માને આ સર્વ વર્તમાન વીતરાગમાર્ગ પ્રભાવના કાર્યમાં નિમિત્ત અને માધ્યમ બનાવવાના હતા, અને બન્યા. પરિણામે એ સર્વ સપુરુષોના કૃપા અને યોગબળથી વર્તમાનમાં, યથોચિતપણે ધ્યાનસંગીત, ભક્તિ-સ્વાધ્યાય-પ્રવચનાદિ ત્રિવિધ પ્રભાવના કાર્ય આ નાનકડા એકલ-હાથોએ, એક ચમત્કાર રૂપે, ૮૮ વર્ષની આ દેહ-ગાડીની ઉંમરે પ્રતિકૂળતાઓ વચ્ચેથી આજે પણ સતત ચાલી રહ્યું છે, ગતિશીલ છે. “પ્રજ્ઞા સંવયન' અને હાલ જ પ્રકાશિત “શ્રી સહજાનંદઘન ગુરુગાથા'માં આ બધું વિશદતાથી વર્ણિત છે.
અંતે સંક્ષેપમાં, વીતરાગમાર્ગના વર્તમાન મહાપ્રભાવક પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું અસંભવ એવું મૂલ્યાંકન કરવાની ઉપર્યુક્ત અનેક દૃષ્ટાઓ ઉપરાંત જો કોઈની પણ જિજ્ઞાસા ને ક્ષમતા હોય તો તેમણે તેમનું વચનામૃત સાહિત્ય વિશેષતા પત્રાંક ૭૫૭, ૯૫૬, ૪૦, શિક્ષાપાઠ ૮૪, ૯૯, ઈત્યાદિ) શ્રી સહજાનંદઘનજીનું
રાજગાથા