________________
મન-મીની મુનિઓ પણ જેમને સમર્પિત !
શ્રીમદ્જીના આવા મૌન ધ્યાનની સાધનાએ અને પૂર્વજન્મોના સંચિત યોગબળે પછી તેમણે જે કાંઈ તેમને સમર્પિત સાત મુનિઓને દ્રવ્યસંગ્રહ' આદિ પ્રબોધિત કરતાં સમજાવ્યું અને થોડા જ નિકટના સુપાત્રજનોને પત્રોમાં ઠાલવ્યું તે સર્વ તેમની વર્તમાનકાલીન યુગ-પ્રભાવનાનું “વચનામૃત' બની ગયું. તેમના યુગપ્રધાન’ હોવાનું આ સર્વ પ્રબળ પ્રમાણ છે.
પોતે ૨૫૦૦ વર્ષ પૂર્વે પ્રભુ મહાવીરના લઘુશિષ્યરૂપે ઈડરના ઘંટિયા પહાડના પુઢવી શિલા-સિધ્ધશિલા વિસ્તાર અને ગિરિકંદરાઓમાં જ્યાં પ્રભુ સંગે વિચાર્યા હતા, ત્યાં આ કાળે તેમનું અધિક વિચરવું, અવારનવાર, મૌન ધ્યાનસ્થ થવું, તેમની એ જ ધ્યાન-ગુફામાં આચાર્ય વિનોબાજી જેવાનું ધ્યાન-લીન થવું અને ત્યાં નિર્ધારિત એક કલાકનું પ્રવચન આપવાને બદલે તેમનું પણ મૌન-ધ્યાનસ્થ બની અશ્રુપ્રવાહ વહાવ્ય જવું – આ બધું અદ્ભુત છે, અભૂતપૂર્વ છે આવા વિષમ કળિકાળમાં. શ્રીમદ્જીના વીતરાગમાર્ગને પુનર્જીવિત કરવાની સરવાણી ઈડરની આ ગુફાઓમાંના આર્ષ-ધ્યાનથી પ્રગટી છે. વીતરાગમાર્ગ જ નહીં, આ સારી અવનિનું ભલું કરવાની અને ભારતભરનો ઉધ્ધાર કરવાની પૂર્વદૃષ્ટિ પણ ત્યાંથી જન્મી છે અને તે માટે મહાત્મા ગાંધીજીને માધ્યમ બનાવવાનું પૂર્વ-દર્શન પણ તેમને ત્યાંથી લાવ્યું છે !
રવાનુભવ : આ સારીયે રોમહર્ષક ઘટનાઓનો રહસ્ય-ધ્વનિ પકડવા આ પંક્તિલેખક શ્રીમદ્જી-ક્ષેત્ર સ્પર્શિત ઈડરની આ ધન્ય ધરા અને ગુફાઓમાં કુમારકાળથી અનેકવાર પહોંચ્યો અને મૌન-ધ્યાનસ્થ થવા મથ્યો છે – ગજા વગર ને હાલ મનોરથરરૂપ” છતાં, પ્રભુ આજ્ઞાથી પા-પા પગલી ભરતો અને પરમકૃપાળુનો કૃપાસ્પર્શ પામતો! આ પરમાનુગ્રહની થોડી-શી ફલશ્રુતિઓ છે – ઈડરના ઉપર્યુક્ત ગાંધીપૂર્વદર્શનનું, શ્રીમદ્રપ્રભાવપૂર્ણ, સ્વયંલિખિત પુરસ્કૃત હિન્દી નાટક “મહાનિલ', “શ્રી. આત્મસિધ્ધિશાસ્ત્રનું ગુરુઆજ્ઞાપૂર્વકનું એક કાર્તિક પૂર્ણિમાએ થયેલું ચિરંતન ટુડિયો રેકર્ડંગ અને “સપ્તભાષી આત્મસિધ્ધિ'નું સંપાદન, “વિમલાતાઈની સર્વોદયથી સપ્તભાષી સુધીની જીવનયાત્રા”, “સ્વાત્મસિદ્ધિની સંગીતયાત્રા”, “વિમલ સરિતા સહ અંતર્યાત્રા”, “દક્ષિણાપથની સાધનાયાત્રા” ઈ. પુસ્તિકાઓનું લેખન.
આ સર્વ પરમગુરુકૃપાના સર્જનો ઉપરાંત શ્રીમદ્સ્પર્શિત આ ઈડરની ધન્ય ધ્યાન-ધરા પર એક વિશેષ ફલશ્રુતિએ આકાર લીધો. વિસનગરની મહિલા કોલેજના આચાર્ય તરીકેના કાર્યકાળ દરમ્યાન ત્યાં છાત્રા શિબિર સંચાલનાર્થે નિમંત્રેલા વિદુષી જિનમાર્ગના સ્વયંસંબુધ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી
૧૭