________________
વનમાં વિચરતા છતાં અપ્રગટપણે રહી ચોવીશી, પદ આદિ વડે લોકોપકાર તો કરી જ ગયા xxx અત્યારે તો શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગ વિમુખતા વ્યાપેલી છે. શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબોધ તીવ્ર હતો. તેઓ શ્વેતાંબર સંપ્રદાયમાં હતા. ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ, પરંપર અનુભવ રે' ઈત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હોત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના ?” (– શ્રી રાજચંદ્ર વચનામૃત ૯૫૬, ઉપદેશનોંધ ૮)
વીતરાગ આજ્ઞાવિહીન વર્તમાનના મતમતાંતર ઃ “અત્યારે વીતરાગદેવને નામે જૈનદર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સરૂપ જ્યાં સુધી વીતરાગદેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલા સંભવે છે : (૧) પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથદશાનું પ્રાધાન્ય ઘટાડ્યું હોય. (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ. (૩) મોહનીયકર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (૪) ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ દુર્લભોધિતાને લીધે ન ગ્રહવો. (૫) મતિની ન્યૂનતા. (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો. (૭) દુઃષમકાળ અને (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું. (વચનામૃત ૪૦) મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દૃષ્ટિગોચર છે. xxx”
(શિક્ષાપાઠ ૮૪)
હવે – વીતરાગમાર્ગ વિમુખતા ટાળવા, એ વિરલ માર્ગ પ્રકાશિત કરવા, જિનશાસનોન્નતિ કરવા એક મહાન સદાચરણી, સ્યાદ્વાદી, સર્વસંમત સમાજ સ્થાપનાની અગત્યતા શ્રીમદ્ આર્ષદર્શન :
“xxx પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છ મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય (= આવશ્યકતા) છે એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિધ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી, ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સંસારી કળાકૌશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળા કૌશલ્યથી જિનમાર્ગના સ્વયંસંબુધ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી
--
૨૧