________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવન-દર્શન-૨ જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક
શ્રીમદ્ રાજચંદ્રજી “હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ઉત્તરથી આવ્યો છું કે દક્ષિણ દિશાથી? પૂર્વથી આવ્યો છું કે પશ્ચિમથી ? ઊર્ધ્વદિશાથી આવ્યો છું કે અધોદિશાથી ?”
– મહાવીરવાણી “હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?”
– શ્રીમદ્ રાજચંદ્રજી (અમૂલ્ય તત્ત્વ વિચાર) “કોર્દ ? મહાવીરનો આ જે પ્રશ્ન છે, તે કદાચ તેમની પરંપરાના કોઈપણ જૈને સ્વયંને-પોતાને પૂક્યો નહીં હોય! તેથી પાછલા છવ્વીસ સો વર્ષમાં આ પરંપરામાં બીજો કોઈ મહાવીર ઉત્પન્ન નહીં થયો. જો, કોઈએ આ પ્રશ્ન કર્યો તો નિશ્ચિતપણે જ તે અધ્યાત્મ-પુરુષ બન્યો, અધ્યાત્મનું અમૃત તેણે ઉપલબ્ધ કર્યું. આનંદઘન જેવા યોગસિધ્ધ સાધક તો અનેક થયા, પરંતુ મહાવીરની આ ધ્યાન-પદ્ધતિથી પસાર થનાર એક માણસ થયો, ભાઈશ્રી રાજચન્દ્ર. ન ત્યજ્યા આ માણસે ધોતી-ખમીસ, ન પહેર્યો સંતનો વેશ, પણ એક વાત નિશ્ચિત છે કે આ પ્રશ્નને તેમણે ભારે ખૂબીથી જીવીને પચાવી લીધો. માત્ર તેંત્રીસ વર્ષની ઉંમરે આ મહાત્મા ચાલી નીકળ્યો, પરંતુ જતાં પહેલાં જગતનો જવાબ લઈ ગયો !”
– મહોપાધ્યાય મુનિશ્રી ચન્દ્રપ્રભ
(“મારા સવા મિત્ર નયા' મુખપૃષ્ઠ) પોતે કોણ છે? ક્યાંથી આવ્યો છે? શા માટે આવ્યો છે? કેટલું અહીં રહેવું છે? પછી ક્યાં જવું છે? એ વગેરે હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે. મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિગ્રહું? એના વિચાર વિવેકપૂર્વક, શાંતભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિધ્ધાંત તત્ત્વ અનુભવ્યાં.”
“બાળવયે પ્રાયઃ ૧૨ વર્ષની ઉંમરે કૃપાળુનું સાહિત્ય ઉપલબ્ધ થયું હતું અને તે મનન કરતાં આ કાવ્ય સહેજે કંઠસ્થ થયું – “બહુ પુણ્ય કેરા પુંજથી.’ તેમાં આ કડી “હું કોણ છું? ક્યાંથી થયો ?” એ જીભે રમતી થઈ હતી નાની વયે. એના પરિણામે પાછળથી કોઈ એવો સત્સંગ યોગ નહીં છતાં, મુંબઈ જેવી મોહમયી નગરીમાં
રાજગાથા