________________
ગુજરાતની વિરલ સંસ્કૃતિને અભિનંદના :
આજની અપેક્ષા - xxx તત્ત્વચિંતન કરવાની અને તે ઉપર સ્પષ્ટ તેમજ પ્રવાહબધ્ધ લખવાની અને તે પણ ઘરઆંગણે રમતા કુમારની ઉંમરથી તેમજ વ્યાપારધંધા આદિની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે – ત્યારે શ્રીમદ્ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યે જ નહીં, પણ ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે. xxx તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમાં લખાણ વાંચ્યા સિવાય એમને વિષે અભિપ્રાય બાંધવા કે વ્યક્ત કરવો એ વિચારકની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ થવા જેવું અને પોતાનું સ્થાન ગુમાવવા જેવું છે.” (પં. સુખલાલજી પ્રજ્ઞા સંયન) આજે? “શ્રીમદ્ વિષે રાષ્ટ્રપિતાએ આટલો આદર દર્શાવ્યો છે, પરંતુ એમના રાજકીય અનુયાયીઓએ ભૂલથી પણ એ મહાપુરુષને યાદ કરવાની તસ્દી લીધી નથી ! ગુજરાત આ મુદ્દે નગુણું જ રહ્યું છે. પોતાની ભૂમિની વિભૂતિઓને ઓળખવા માટે એની પાસે નવરાશ જ નથી !! આપણે રવીન્દ્રનાથ અને વિવેકાનંદ પાછળ ગાંડા થતા રહ્યા, પણ આંગણે ઊગેલા સૂર્યને ન ઓળખી શક્યા ! (ડો. કેશુભાઈ પટેલ : “પ્રબુધ્ધ જીવન” : એપ્રિલ-૨૦૧૫,)
“ગુજરાતના, ભારતના યુવકો, ખાસ કરીને જૈનો તો વિવેકાનંદને ભૂલી જાય, રાજચંદ્રજીને વાંચે-વિચારે, તેમની પુસ્તિકાઓ ખીસામાં રાખે.” - વિનોબાજીના “વિમલાનંદ” વિમલા ઠકાર : પંચભાષી પુષ્પમાળા પૃ-૫)
શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે ?