________________
नखलु गोपिका नंदनो भवान् ।
अखिलदेहिना मंतरात्महम् ॥ અથત હે વિભુ આપ ગોપિકા-યશોદાના નંદન નથી પણ સમસ્ત પ્રાણીના દષ્ટારૂપે અંતરાત્મા છો; આવી રીતે કૃષ્ણને પ્રભુ રીતે ઓળખતી જેતી એ ગોપાંગનાઓમાં વિષય વારાનાને-વ્યભિચારી સંબંધને લેશ પણ કયો બુદ્ધિમાન સ્વીકારી શકે? આમ તેઓનું મંતવ્ય છે. આથી અમે એમ માનીએ છીએ એમ કોઈએ સ્વીકારવાનું નથી. અમે ભિન્ન ભિન્ન શાસ્ત્રકારેએ વર્ણવેલા રહસ્યને રજુ કરી અળગા રહીશું. શું માનવું એ સહુ સહુની રૂચી ઉપર આધાર રાખે છે. ઉકત પ્રેમથી મુક્તિ એ વિષયને અમારાથીજ પ્રાદુર્ભાવ મળ્યો છે એમ નથી, પણ તેને જૈન તેમજ જૈનેતર શાસ્ત્રોએ તેમજ પ્રાચીન અર્વાચીન ભકતોએ, કવિઓએ, પંડિતએ પણ અનુમેઘો છે. જુઓ પ્રવીણસાગરમાં પ્રેમના સંબંધમાં નીચે પ્રમાણે લખવામાં આવે છે.
કવિત,
પ્રેમહીમે પરતીત રસરીત પ્રેમહીમે, પ્રેમહીમે રાજનીત હારજીત જંગ હૈ, પ્રેમહીમે હાવભાવ સહિત સમૂહ પ્રેમ, પ્રેમહીમે રાગરંગ ઉમંગ અનંગ હૈ; પ્રેમહીમે ધ્યાતાય જ્ઞાતાય પ્રેમહીમે, પ્રેમહીમે જેગોગ પંચભૂત અંગ હૈ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com