________________
વિશેષમાં એ છે કે યદ્યપિ મુકિતના અસંખ્ય યોગે છે પણ તે અધિકારાદિભેદે સર્વથા સર્વનાથી અશકય છે. પ્રેમના સર્વ કઈ અધિકારી છે. પ્રેમમાં સહુ ઓતપ્રોત છે. પ્રેમજ સર્વની પરાકાષ્ટા છે, સર્વદા સર્વથી પ્રેમ પિવાય છે. પશુઓમાં અપત્યસ્નેહ, સુપુત્રોમાં પ્રસસેવા, કુલદારમાં કંતભક્તિ, કંતની પ્રિયતમામાં પરમાવધિ લગની, સ્વામી પ્રત્યે સેવકની સેવ્યબુદ્ધિ, સ્વામીની સેવક ઉપર દયા-ઉદારતા, રાજાને વિષે પ્રજાની પ્રભુબુદ્ધિ, રાજાની પ્રજામાં સ્વસંતાન સદશ દષ્ટિ, પ્રજારાધન–લોકરંજન તત્પરતા ઈત્યાદિ ઇત્યાદિ
જ્યાં જ્યાં નિહાળીએ ત્યાં ત્યાં અચળ પ્રેમની જ ઝાંખી થાય છે. ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં જુદા જુદા સ્વરૂપમાં વ્યવહરતે એ રંગીલો પ્રેમજ પિતાની અજબ ચટક બનાવી રહ્યો છે.
યોગીઓએ યુગઃ શિવાય, ભકતએ ભકિત શિવાય, જ્ઞાનિઓએ જ્ઞાન શિવાય, ત્યાગીઓએ ત્યાગ શિવાય, રાગીઓએ પિતાના રાગના વિષય શિવાય, ટુંકામાં એ સર્વ કોઈએ એક નિજઈષ્ટ શિવાય અન્યમાં ઉપેક્ષા કરી છે. પણ શેય, ધ્યેય ઈત્યાદિના સ્વરૂપમાં પ્રેમને તે લોજ છે. પ્રેમને સર્વ કેાઈએ પિવ્યો છે. તેની અદ્યાવધિ કેઈએ ઉપેક્ષા કરી નિહાળી નથી. આથી સર્વને સામાન્ય અને હાલે એવાજ વિષયને સર્વાત્મભાવમાં મોક્ષના માર્ગમાં પણ ઉપયોગી સમજાવવા અને તે સર્વને સામાન્ય હોઈ સહુથી શકય છે, એ દઢાવવા આ લેખકે બનતે પ્રયાસ ઉઠાવ્યો છે. અને આ પ્રેમથી મુક્તિ એ વિષય લખવાની પ્રવૃત્તિને દ્વિતીય હેતુ છે.
અધ્યાત્મ વિષયમાં પ્રેમના અથાત અસલ મુકિતના પ્રેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com