________________
કરાવે છે. પ્રાયશઃ પ્રબળ આસકિત અંતમાં દુઃખનું કારણ થઈ પડે છે. સંસારી જીવો પુત્ર, સ્ત્રી, માતા, પિતા સહોદર ઇત્યાદિમાં સુખબુદ્ધિને સ્થાપી આસકિતમાં બંધાઈ રહે છે. પણ ખરું સુખ શું છે તે ખેળતા નથી અને નાશપરિણામ પદાર્થને સંબંધ હોવાથી તેવા એક અન્યના વિયોગે મોહમાં પડી રહ્યા કરે છે. ચિરસુખનું સાધન ઈષ્ટ શરણાનુગ્રહને તેઓ શોધતા નથી. તેવાઓને આ સંસારના નશ્વર સુખ પ્રત્યેને મેહ દૂર થઈ સત્ય અને સ્થીર સુખમાં આદર થાય એવી જ કોઈ પ્રબળ ઈચ્છાને આ વિષય લખવાની પ્રવૃત્તિ એ પરિણામ છે.
પૂર્વે ગ્રહિઓની ગ્રહસ્થ સ્થીતિ જ્ઞાનના પાયાવાળી હતી. તેઓ ગ્રહસ્થાશ્રમમાં રહ્યા છતાં પણ શ્રી ઈષ્ટ શરણાભિમુખ વૃત્તિમાં જ તત્પર રહેતા હતા. ટુંકામાં કહીએ તો તેઓ ત્યાગમય પ્રહસ્થાશ્રમ જ ગાળતા હતા અને ચતુર્થાશ્રમકાળની વયસંધિએ સંયમાદિ સ્વીકારી, સંસારથી નિવૃત્ત થતા હતા. અર્વાચીન ગ્રહસ્થાશ્રમ કાઈ એરજ પિતાનું રૂપ દૃષ્ટિ આગળ રજુ કરે છે. સંસારીઓની હાલની સ્થીતી મહા મેહ નિમગ્ન નિહાળવામાં આવે છે. તેઓ પાર્થિવ સુખે ઐહિક વાંછાઓના લાભમાં નાના પ્રકારના દુઃખે કરી નિરત દષ્ટિએ પડે છે. તેઓની રૂચી ઈષ્ટ શરણનુગ્રહ આત્મિક કલ્યાણ તરફ ભાગ્યેજ વળતી હોય એમ દેખાય છે. આ સહુનું મુળ તેઓનુ અજ્ઞાનજ, તેઓમાં રહેલે પદાર્થ વિષયક પ્રાણી વિષયક મેહજ હોય એમ સમજાય છે. તેઓના આ મોહજ–આજ આરૂઢ અજ્ઞાન તેમની અવનતિનું મૂળ છે. આત્મિકકલ્યાણ તરફ પ્રીતિ ઉત્પન્ન નહિ થવા દેવાનું પરમ કારણ છે. આ મોહ પ્રેમનું ખરૂં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com