________________
સ્વરૂપ સમજાવી, ટાળવા તેમજ પ્રીતિને વિષય સત્ય શું હોઈ શકે અર્થાત ઈષ્ટ શરણાભિમુખ વાળવા પ્રેમથી મુક્તિ એ વિષય નિયોજી પ્રતિપાદન કરેલ છે ત્યાં પ્રેમ એ મુકિતને સાધક છે, એમ સિદ્ધ કરવા જૈન અને જૈનેતર શાસ્ત્ર તેમજ પ્રાચીન અર્વાચીન પંડિતના મત પ્રમાણે આપવા પણ બનતે પ્રયત્ન કર્યો છે. પ્રારંભમાં જીવમાત્રને મુકિત એ લક્ષ્ય છે. મુમુક્ષતા એ માનવને સ્વભાવ છે. બંધ એ વિભાવ છે, એ મોહકૃત છે. કહીએ તે અતિશયોક્તિ નથી કે પ્રાયશ: ભવ્ય જીવ માત્ર મુમુક્ષુ છે. વિકાસક્રમ સર્વને પ્રિય છે. મુક્તિ એ વિકાસક્રમની પરાકાષ્ટા છે. અહીંયાજ મનુષ્યોને શાસ્વતિ શાંતિ છે એ પ્રતિપાદન કર્યું છે.
યદ્યપિ આ મોક્ષના અસંખ્ય ગો સશાસ્ત્રોએ કહ્યા છે, તેમાં એ પ્રેમને પણ સમાવેશ આવી જાય છે એ સમજાવવા પણ સપ્રમાણ પ્રયત્ન સેવ્યું છે. શ્રી શંકરે કેવલાદૈતરૂપે, વલ્લભે શુદ્ધાત રૂપ, રામાનુજે વિશિષ્ટાદ્વૈત રૂપે. મણે દૈતાદ્વૈતરૂપે પરબ્રહ્મ સાથેના પ્રેમનેજ પ્રતિપાદન કર્યો છે. તે સૂત્ર વાકય તરીકે બોલતાં લેશ પણ પ્રતિબંધ નથી કે પ્રેમનેજ લઈને સમસ્ત પ્રવૃત્તિ છે, નિવૃત્તિ પણ પ્રેમથીજ છે. ધ્યેયમાં એક લયતા તે અનહદ નિવૃત્તિનું પ્રથમ પગથીયું છે અને તદનંતર ધ્યાનની નિવિકલ્પાવસ્થા એ એ મુક્તિનું અપર સાધન છે. આ લેખકે અગ્રસ્થાને મુક્તિના અન્ય યોગને ગૌણતા અર્પી મુકિતને સાધક પ્રેમ કહી તેનેજ પ્રમુખસ્થાને વર્ણવ્યો, કિવા મુકિતના યોગમાં અન્ય કોઈજ યોગ નહિ અને પ્રેમને કાં પસંદ કર્યો છે? એવા પ્રશ્નને સહજ અવકાશ મળે છે. પ્રિય વાચકે ! તેનું એક કારણ તે અગાઉ દર્શાવી ગયા છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com