Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
મળે છે તો તેને એક જ શા માટે ન ગણવું? : છે. પર્યાય પ્રગટ ક૨વા માટે ઉપાદેય હોવા છતાં ત્રણ ભેદ પાડવાની શી જરૂર છે ? ત્રણ ભેદ : તેની વિદ્યમાનતાનો આધાર તો દ્રવ્ય સ્વભાવ જ છે ખરા?
:
ઉ : ત્રણ ભેદ છે ખરા, વળી તેને ત્રણરૂપે જાણવા પણ જરૂરી છે. જ્ઞેય અને જ્ઞેયાકા૨ જ્ઞાન બન્નેનું વર્ણન એકસ૨ખું જ આવે છે પરંતુ ત્યાં બે દ્રવ્યો જુદા છે. જેને શેયનું અત્યંત જુદાપણું ખ્યાલમાં આવે અને જે આત્મહિત ક૨વા માગે
:
છે તેને માટે શેયાકાર જ્ઞાન સુધી આવવું જરૂરી છે. બન્નેના સ્વરૂપ એકસ૨ખા હોવાથી એ શક્ય બને છે.
છે. દ્રવ્યની કિંમત હંમેશા વધારે જ હોય છે. માટે સદશ પરિણામ અને પરિણમતા દ્રવ્ય વચ્ચે કોઈ તફાવત ખ્યાલમાં આવે નહીં. તો પણ ત્યાં મોટો તફાવત છે. એક પર્યાય છે અને બીજાં તે પર્યાયનું કારણ છે. બન્નેનું સ્વરૂપ સમાન છે તેથી પ્રયોજનને લક્ષમાં રાખીને સદેશ પરિણામ ઉપ૨થી કર્તા અંશ એવા પરિણમતા દ્રવ્ય સુધી પહોંચવામાં મુશ્કેલી નથી.
:
પરિણમતું દ્રવ્ય અને સદેશ પરિણામ વચ્ચેના ભેદ સમજવામાં ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ સદેશ પરિણામ એ પોતે પર્યાય જ છે. પર્યાયમાંથી અન્ય પર્યાય નથી આવતી. જ્યારે પરિણમતું દ્રવ્ય તો વર્તમાન અને ભૂત-ભાવિની બધી પર્યાયનો દાતાર પ્રવચનસાર - પીયૂષ
:
અપરિણામી દૃષ્ટિ અને પરિણામી દૃષ્ટિ એ : એક જ દ્રવ્ય સામાન્યને જોવાની બે દૃષ્ટિઓ છે. પરિણમતું દ્રવ્ય (પરિણામી દૃષ્ટિ) પરિણામના કારણો આપે છે. તે એકત્વ દૃષ્ટિ છે. એકત્વ તેમાં અંતર્ગર્ભિત અનેકપણાનો ધ્વનિ રહેલો છે. અનેક વચ્ચેના સંબંધ વિશેષોથી પર્યાયની રચના થાય છે. જ્યારે તેને ગૌણ કરીને અપરિણામી દૃષ્ટિ કરીએ છીએ ત્યારે તે એકરૂપ છે. એક અને એકત્વ સરખા લાગતા હોવા છતાં એકત્વની દૃષ્ટિ પરિણામના
એકવા૨ જે શેયને છોડીને જ્ઞેયાકાર જ્ઞાન સુધી આવે છે તેને હવે શેયાકા૨ને ગૌણ ક૨વામાં કાંઈ વાંધો નથી આવતો. જો જ્ઞેયનું પ્રયોજન નથી તો તેને શેયાકાર જ્ઞાનનું પણ પ્રયોજન નથી. શેયોમાંથી સુખ આવતું નથી અને જ્ઞેયો ભોગવાતા નથી તેથી તેનાથી વિમુખ થના૨ માટે હવે તે શેયને જાણવાની પણ એટલી જરૂર લાગતી નથી. વળી તેને જ્ઞાયકને પ્રાપ્ત ક૨વાની ભાવના છે તેથી તે પોતાના પરિણામને શેયની સાપેક્ષતાથી જોવાનું બંધ કરે છે. બીજી રીતે વિચારીએ તો દરેક સમયે જીવ તો જાણવાનું કામ જ કરે છે. તે ક્રિયા તો એકરૂપ જ છે. સદશ અને વિસર્દેશ બન્ને ખરેખર તો એકજ પર્યાયને જોવાની બે દૃષ્ટિઓ છે. બાહ્ય વિષયોને ભોગવવાની મુખ્યતા હતી ત્યારે તે જ્ઞપ્તિ ક્રિયાને ગૌણ કરી જ્ઞેય જ્ઞાયક સંબંધ મારફત બાહ્ય વિષયો (જ્ઞેયો)માં રમવા લાગતો હતો. હવે તે શેયને ગૌણ કરે છે. શેયાકાર જ્ઞાનને ગૌણ કરે છે અને ક્ષપ્તિ
:
ક્રિયાની મર્યાદામાં આવે છે.
:
:
:
કા૨ણો આપે છે જ્યારે ‘“એક’’ એવી દૃષ્ટિમાં પરિણામના કા૨ણો દેખાતા નથી. એ એકમાં હુંપણું સ્થાપવું છે. તેનો આશ્રય ક૨વો છે. માટે પરિણમતા દ્રવ્યમાં અપરિણામી દૃષ્ટિ કરવી જરૂરી બની જાય છે. ખરેખર તો તે અભેદપણે એક જ છે.
ં
ગાથા - ૧૦૨
:
: ઉત્પાદ-ધ્રોવ્ય-વિનાશસંશિત અર્થ સહ સમવેત છે, એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨. દ્રવ્ય એક જ સમયમાં ઉત્પાદ, સ્થિતિ અને નાશ નામના અર્થો સાથે ખરેખર સમવેત (એકમેક) છે; તેથી એ ત્રિક ખરેખર દ્રવ્ય છે.
આગલી ગાથાઓમાં આપણે એ નક્કી કર્યું કે ઉત્પાદ-વ્યય અને ધ્રુવ પર્યાયના આશ્રયે છે અને : પર્યાય દ્રવ્યના આશ્રયે છે. ઉત્પાદ-વ્યય અને ધ્રુવને
૪૫