Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
થાય છે. હારી ગયેલા જ્ઞાન માટે આ વિધિ જરૂરી છે. પરંતુ તે જાણપણું માત્ર તે ક્ષેત્ર પુરતું મર્યાદિત નથી રહેતું પરંતુ અસંખ્ય પ્રદેશે તે કાર્ય થાય છે.
ઓફીસમાં મેનેજ૨ પાસે ટેબલ ઉપર પાંચ ટેલીફોન હોય ત્યારે જેની ઘંટડી વાગે તેનું રીસીવર ઉપાડીને તેની સાથે મેનેજ૨ વાત કરે છે. વાત ક૨ના૨ મેનેજર છે. પાંચ ટેલીફોનના સંપર્ક અલગ છે. તેમ જાણના૨ મેનેજરના સ્થાને છે. ઈન્દ્રિયોના સ્થાને ટેલીફોન છે. જાણનાર જે ઈન્દ્રિયનો ઉપયોગ કરે તે ઈન્દ્રિયના વિષયને તે જાણી શકે છે. આ રીતે જાણનારનું (જીવનું) અખંડપણું લક્ષમાં રાખવું જરૂરી છે. આચાર્યદેવે આ રીતે ઈન્દ્રિયોનું હેયપણું દર્શાવ્યું છે. જ્ઞાન અને સુખની વાત આચાર્યદેવ સાથે જ કરે છે કારણકે તે બન્ને ગુણના પરિણામોને એકબીજા સાથે સંબંધ છે. વળી તેમને ઈન્દ્રિયો સાથે પણ સંબંધ છે. અર્થાત્ ઈન્દ્રિય જ્ઞાનની સાથે ઈન્દ્રિય સુખ સંકળાયેલું છે.
...
: દ્વારા અન્ય જીવો દ્વા૨ા ઈન્દ્રિય મારફત જણાતો નથી. એવો ભાવ દર્શાવવામાં આવ્યો છે. ગા. ૧૭૨ના અલિંગગ્રહણના બીજા બોલમાં એ ભાવ લેવામાં આવ્યો છે. પહેલા બોલમાં લીધું કે આત્મા ઈન્દ્રિયો દ્વારા જાણતો નથી અને બીજા બોલમાં લીધું કે આત્મા ઈન્દ્રિયો દ્વારા જણાતો નથી. અહીં એ બીજા બોલનો ભાવ બંધ બેસે છે. તે અર્થ લઈએ તો ત્યાં અન્યની મુખ્યતાથી વિચારવામાં આવ્યું છે. ભાવ તો એક જ છે કે ઈન્દ્રિયોનો વિષયરૂપી ગુણો છે. આત્મા અરૂપી છે. તેથી તે ઈન્દ્રિયના સાધન વડે ન જણાય. તેથી ઈન્દ્રિયનું સાધન છોડે ત્યારે જ આત્મા જાણી શકાય. અહીં એક મુશ્કેલી એવી છે કે ઈન્દ્રિયનું સાધન છોડીને જે જ્ઞાન અતીન્દ્રિય થાય છે તે જ્ઞાન ૫૨ના આત્માને જાણી શકતું નથી. તેથી એ ભાવ પણ ખરેખર બંધ બેસતો નથી. જે જ્ઞાન ઈન્દ્રિયનું અવલંબન છોડે છે. મનનું અવલંબન પણ છોડે છે અને સ્વભાવ સન્મુખ થાય છે તે અતીન્દ્રિય જ્ઞાન પોતાનો અનુભવ કરે છે. તેથી આ રીતે પ્રગટ થયેલા અતીન્દ્રિય જ્ઞાનનો વિષય પોતાનો આત્મા જ થાય છે. તે જ્ઞાનનો વિષય અન્ય આત્મા થતો નથી.
ઈન્દ્રિયાતીત
ઈન્દ્રિય + અતીત = ઈન્દ્રિયાતીત = અતીન્દ્રિય. આ રીતે વિચારતા આ શબ્દ દ્વારા ઈન્દ્રિયની અવલંબનની ભૂમિકાને ઓળંગી ગયેલું જ્ઞાન એવો ભાવ ખ્યાલમાં આવે છે. ઈન્દ્રિય જ્ઞાનની નિરર્થકતા ભાસતા જે જીવ સ્વાનુભવ ક૨વા માગે છે તે ઈન્દ્રિયનું અવલંબન છોડે છે. એવું જ્ઞાન સ્વાનુભવ ક૨વા માટે સક્ષમ છે. તેને અતીન્દ્રિય જ્ઞાનરૂપે પણ ઓળખવામાં આવે છે. આ અર્થ પ્રચલિત છે. ત્યાં અનિન્દ્રિય અને અતીન્દ્રિય શબ્દના ભાવમાં લાંબો તફાવત ખ્યાલમાં આવે તેમ નથી. પરંતુ ટીકાકાર આચાર્યદેવે ઈન્દ્રિયાતીત શબ્દનો જાદો જ ભાવ અહીં : ઈન્દ્રિયાતીત થાય છે અર્થાત્ ઈન્દ્રિયને અગોચ૨ થાય
વળી આચાર્યદેવે ‘તે જ વખતે’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી આખા લખાણનો સળંગ ભાવ આ રીતે લક્ષમાં આવે છે. આપણું ઈન્દ્રિયજ્ઞાન તીર્થંકર પરમાત્માને જાણી શકે છે. આપણે તેમના દર્શન કરીએ છીએ. તે તીર્થંક૨ પ૨માત્મા જ્યારે સિદ્ધ દશાને પ્રાપ્ત થાય છે. ત્યારે આપણું જ્ઞાન તેને જાણી શકતું નથી. આપણે સિદ્ધ પ૨માત્માના દર્શન કરી
:
શકતા નથી. તેથી ‘તે જ વખતે’ શબ્દ દ્વારા જ્યારે તીર્થંક૨ પ૨માત્મા સિદ્ધ દશાને પામે છે ત્યારે તે
લીધો છે. શબ્દો આ પ્રકારે છે.
છે. એવો ભાવ સમજાય છે. અલબત્ત એ વાસ્તવિકતા ખ્યાલમાં રાખવી કે આપણે તીર્થંક૨ ૫રમાત્માના
·
દર્શન કરીએ છીએ ત્યારે તેમના પરમ ઔદાકિ દેહમાં જ દર્શન કરીએ છીએ. તે જ ક્ષેત્રે રહેલા જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન
તે જ વખતે તે બીજાઓને ઈન્દ્રિયાતીત (ઈન્દ્રિય અગોચર) વર્તતો થકો. આ રીતે ઈન્દ્રિયાતીત શબ્દ
૨૫૨