Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text ________________ ભગવાન કુંદકુંદાચાર્ય વિશે ઉલ્લેખો. 0000 वन्द्यो विभुर्भुवि न कैरिह कौण्डकुन्दः कुन्द-प्रभा-प्रणयि-कीर्ति-विभूषिताशः / यश्चारु-चारण-कराम्बुजचञ्चरीक- श्चके श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् / / (ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ) અર્થ કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોનાંચારણઋદ્ધિધારી મહા-મુનિઓનાં સુંદર હસ્તકમળોના ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંઘ નથી? ..........હોઉન્ડો યતીન્દ્રઃ II. रजोभिरस्पृष्टतमत्वमन्त-[ोपि संव्यञ्जयितुं यतीशः / रज:पदं भूमितलं विदाय चचार मन्ये चतुरङ्गलं सः / / (વિંધ્યગિરિ શિલાલેખ) અર્થઃ યતીશ્વર (શ્રી કુંદકુંદસ્વામી) રજ:સ્થાનને ભૂમિળને - છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી અંદરમાં તેમજ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણે વ્યક્ત કરતા હતા (-અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પષ્ટ હતા). जइ एउमणंदिणाहो सीमंधरसामिदिव्वणाणेण / ण विवोहइ तो समणा कहं सुमग्गं पयाणंति / / (દર્શનસાર) અર્થ: (મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્ય દેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત? હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ છે ઉપકારભૂત થયાં છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. (શ્રીમદ્ રાજચંદ્ર) . પ્રવચનસાર - પીયૂષ શેયતત્ત્વ - પ્રજ્ઞાપના
Loading... Page Navigation 1 ... 266 267 268