Book Title: Pravachansara Piyush Part 2
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
View full book text
________________
વિધવિધતા દર્શાવે છે જેમકે જીવની મનુષ્ય વગેરે પર્યાયો દેહની સાપેક્ષતાવાળી છે. જીવ જે દેહને પ્રાપ્ત થાય છે તે અનુસાર પોતાનું જીવન ગોઠવે છે. તેથી જીવની મનુષ્ય પર્યાય એટલે મનુષ્ય દેહમાં રહેવાની જીવની યોગ્યતા.
૧૩) શરી૨ જીવ ભિન્ન છે. જીવને સત્ કહીએ તો શરી૨ અસત્ છે. જીવની મનુષ્ય પર્યાયને મનુષ્ય દેહ સાથેના સંબંધથી જોતા તે પર્યાય અસત્ ઉત્પાદરૂપ છે. અર્થાત્ મનુષ્ય પર્યાયને અસત્ એવા દેહ સાથે સંબંધ છે.
૧૫) જે રીતે સત્ ઉત્પાદમાં નિશ્ચય વ્યવહાર લાગુ પાડવામાં આવ્યો છે એ રીતે અસત્ ઉત્પાદમાં પણ નિશ્ચય અને વ્યવહા૨ લાગુ પડે છે.
૧૪) આવા વિસદેશ પરિણામો અસત્ ઉત્પાદરૂપે દ્રવ્ય થાય છે. અર્થાત્ દ્રવ્ય અને પર્યાયની એક :
સત્તા લક્ષમાં લેતા હવે દ્રવ્યનો અસત્ ઉત્પાદ છે એવું કથન ક૨વામાં આવે છે.
ગાથા ૧૧૧ પર્યાયને જોવાની બે દૃષ્ટિઓ સાદેશ પરિણામ સત્ ઉત્પાદ અને વિસર્દેશ પરિણામ અસત્ ઉત્પાદ.
ગાથા ૧૧૩ દ્રવ્યનો અસત્ ઉત્પાદ છે બે અપેક્ષાએ કહી શકાય છે.
ગા. ૧૧૧માં પર્યાયમાં સત્ ઉત્પાદ અને અસત્ ઉત્પાદ જોયા બાદ તેને દ્રવ્યમાં લાગુ પાડીને દ્રવ્યના સત્ ઉત્પાદ અને અસત્ ઉત્પાદ કહી શકાય છે. ગા. ૧૧૨માં દ્રવ્યને સત્ ઉત્પાદરૂપ જોવામાં આવે છે ત્યારે પર્યાયના ઉપરોક્ત બે પ્રકારના ભેદની વાત લેવામાં આવતી નથી. ત્યાં તો દ્રવ્ય પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે એટલી જ અપેક્ષા છે.
પર્યાય કેવી છે તેનો વિચાર કરવાનો રહેતો નથી. ગા. ૧૧૩માં ફરીને એક અન્ય પ્રકારે પર્યાયના બે ભેદ વિચારવામાં આવે છે. ભવિષ્યની પર્યાય
વર્તમાનરૂપ થઈ માટે તેને અસત્ ઉત્પાદરૂપ કહી
છે ત્યાં પર્યાયની સદેશતા કે વિસદ્વશતાની વાત નથી. આ દૃષ્ટિમાં સદેશ પર્યાય પણ અસત્ ઉત્પાદરૂપ
:
છે. વિસર્દેશ પર્યાયતો અસત્ ઉત્પાદરૂપ છે જ. તેથી આ ગાથામાં પર્યાયના અસત્ ઉત્પાદને બે અપેક્ષાએ ખતવવામાં આવે છે અને તેને દ્રવ્યમાં લાગુ પાડવામાં આવે છે.
:
:
:
૧) જે ભવિષ્યની પર્યાય અસત્પ હતી તે વર્તમાનમાં સત્પ થઈ તેથી દ્રવ્ય આ અપેક્ષાએ અસત્ ઉત્પાદરૂપ થયું છે.
૨) પર્યાયના વિસદેશ ભાગને લક્ષમાં લેતા પ્રવચનસાર - પીયૂષ
પરિણામોની વિધવિધતા છે માટે ત્યાં તે દ્રવ્ય આવી પર્યાયરૂપે ઉપજે છે માટે તે દ્રવ્યનો અસત્ ઉત્પાદ છે.
ગાથા = ૧૧૪
ગાથા ૧૧૨ દ્રવ્યને જોવાની બે દૃષ્ટિઓ અપરિણામી દૃષ્ટિમાં દ્રવ્ય સત્ સ્વરૂપ છે. તે દ્રવ્ય પર્યાયરૂપે ઉપજે છે તેથી તે દૃષ્ટિમાં તે દ્રવ્ય સત્ ઉત્પાદરૂપ છે.
દ્રવ્યાર્થિકે બધું દ્રવ્ય છે; ને તે જ પર્યાયાર્થિકે છે અન્ય, જેથી તે સમય તદ્રુપ હોઈ અનન્ય છે. ૧૧૪. દ્રવ્યાર્થિક (નય) વડે સઘળું દ્રવ્ય છે; અને વળી પર્યાયાર્થિક (નય) વડે તે (દ્રવ્ય) અન્યઅન્ય છે, કારણકે તે કાળે તન્મય હોવાને લીધે (દ્રવ્ય પર્યાયોથી) અનન્ય છે.
:
પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ છે. તે પદાર્થ ખરેખર અખંડ, અભેદ, એકત્વરૂપ એક સત્મય છે. પદાર્થનું એક અસ્તિત્વ હોવાથી તેનું એક ક્ષેત્ર છે. તે પદાર્થ પ્રમાણ જ્ઞાન વડે જાણી શકાય છે. તે નય જ્ઞાનનો વિષય પણ થાય છે. આપણે વર્તમાનમાં નયજ્ઞાન વડે જાણીએ છીએ તેથી આ ગાથામાં આ બે નય
૭૯